Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 9
________________ (૨૦) સર્વસમૃદ્ધિ અષ્ટક :- એક વાર બાહ્યદૃષ્ટિનો નિરોધ થાય એટલે સર્વ સમૃદ્ધિઓનો આત્માની અંદર જ પ્રતિભાસ થાય છે. આટલી ભૂમિકા કરીને પ્રસ્તુત અષ્ટકમાં મુનિરાજને લોકોક્તિ પ્રમાણે ઈન્દ્ર, ચક્રવર્તી, નાગરાજ, શંકર, વિષ્ણુ અને બ્રહ્માની સુંદર ઉપમાઓ આપી છે. (૨૧) કર્મવિપાકચિંતનાષ્ટક - ઉપશમશ્રેણિ પર આરોહણ કરીને વીતરાગદશાની પ્રાપ્તિ કરનારા અને ચૌદ પૂર્વીઓ પણ જો કર્મના કારણે અનંત સંસાર પરિભ્રમણ કરતા હોય, તો પછી બીજાઓની તો શી વિસાત? કર્મવિપાકના આવા હૃદયવેધી ચિંતન દ્વારા વૈરાગ્ય, અપ્રમાદભાવ આદિ ગુણોની વૃદ્ધિ કરવા માટે આ અષ્ટક સુંદર આલંબન રૂપ છે. (૨૨) ભવોઢેગાષ્ટક :- જયવીયરાય સૂત્રમાં પ્રભુ પાસે તેર પ્રાર્થનાઓ કરવામાં આવી છે. તેમાં સૌ પ્રથમ માંગણી કરી છે ‘પવળબે ' જ્યાં સુધી સંસાર પર વૈરાગ્ય ઉત્પન્ન ન થાય ત્યાં સુધી મોક્ષયાત્રાનો પ્રારંભ થઈ શકતો નથી. પ્રસ્તુત અષ્ટકમાં સંસારને સાગરની ઉપમા આપીને તેની ભયંકરતાનું તાદશ વર્ણન કરવામાં આવ્યું છે. (૨૩) લોકસંજ્ઞાત્યાગાષ્ટક :- ગતાનુગતિકતાથી લોકોએ જે કર્યું, તે કરવું, આવી મતિ લોકસંજ્ઞા છે. દશવૈકાલિકસૂત્ર-ચૂલિકામાં કહ્યું છે -- કપુરનો સંસારો, પડિલોગો તસ સત્તારો - અનુસ્રોત એ જ સંસાર છે, પ્રતિસ્રોત એ જ મોક્ષ છે. ગ્રંથકારશ્રીએ આ જ પદાર્થને વિવૃતપણે રજુ કર્યો છે. આ વિષયમાં ટીકાકારશ્રી કહે છે - નિર્વસ્થતુ રત્નત્રયનોદતા, સ વ સ્વરૂપાનુIમા ! આવી પંક્તિઓ મનીષીઓને મન મહોત્સવ જેવી છે. (૨૪) શાસ્ત્રાષ્ટક - અંધકારમાં દવા વિના ગતિ શક્ય છે, પણ પ્રગતિ શક્ય નથી. અરે, ઉલ્ટ અધોગતિની શક્યતા વધુ છે. શાસ્ત્ર એક દીપક સમાન છે. ચક્ષુ સમાન છે. શાસ્ત્ર વિના ડગલે ને પગલે સ્કૂલનાઓ જ વેઠવી પડે છે. આવાં વેધક વચનો દ્વારા આ અષ્ટકમાં શાસ્ત્રનું માહાભ્ય દર્શાવ્યું છે. ભૌતહિંસકની અસમંજસતા દર્શાવતો શ્લોક તથા તેની ટીકા મોક્ષપથિકો માટે એક માર્ગદર્શકની ગરજ સારે છે. સર્વે મુમુક્ષુઓએ તેનું પુનઃ પુનઃ પરિશીલન કરવા જેવું છે. (૨૫) પરિગ્રહાષ્ટક :- સરોવરની પાળ દૂર થઈ જાય એટલે બધું પાણી આપોઆપ નીકળી જાય છે. તેમ પરિગ્રહનો ત્યાગ થાય, ત્યારે કર્મો આપોઆપ દૂર થઈ જાય છે. આવા તાદશ દષ્ટાંત, ઉપનય દ્વારા પ્રસ્તુત અષ્ટકમાં પરિગ્રહની હેયતા સમજાવી છે. દશવૈકાલિકસૂત્રમાં - મુછી પરિવારો વૃત્તો - એ પરિગ્રહની વ્યાખ્યાને ગ્રંથકારશ્રીએ પોતાની આગવી શૈલીમાં પ્રસ્તુત કરી છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 233