Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 6
________________ સંપુર્ણ જ્ઞાનના અંશને સ્પર્શવાનો પ્રયોગ - જ્ઞાનસત્ર સર્વજ્ઞ સર્વદર્શી કેવળજ્ઞાની પરમાત્માના જ્ઞાનમાં પ્રતિબિંબિત થયેલ, આ વિશ્વનો ગૂઢ ખજાનો એ જ સર્વજ્ઞતા. આખા વિશ્વમાં એક સાથે દર્શન કરનાર મહાશક્તિ તે કેવળજ્ઞાન. જેનાં દિવ્ય પ્રકાશમાં એક અણુ માત્ર પણ. અછતું રહી શકતું નથી. આવાસંપૂર્ણજ્ઞાન માંથી માનવમાત્ર એકાદનાનકડા અંશને સ્પર્શી શકે છે એવા એકાદ- એકાદઅંશનું દર્શન અને સ્પર્શન કરવાનો પ્રયોગ એટલે જ આ જ્ઞાનસત્ર. - પરમ મેઘાવી - પરમ પ્રજ્ઞાશીલ આગમ જ્ઞાતા પૂજયવર શ્રી નમ્રમુનિ મ. સા. ની નિશ્રામાં યોજાયેલ આ જ્ઞાન સત્રને સાનિધ્ય મળ્યું અધ્યાત્મ ચોગિની, આત્મ રસના પાન કરાવનાર પૂજય બાપજી લલિતાબાઈ મહાસતીજીનું. આવી મહાન શક્તિઓનો આશ્રય પામી આ આયોજન સૌભાગ્યશાળી બની ગયું. આમંત્રિક સંર્વ વિદ્વાનોએ પોત-પોતાના જ્ઞાન અંશ ને સચોટતા પૂર્વક સરલ ભાષામાં પ્રગટ કર્યા અને એના પર ચાર ચાંદ લગાવ્યા પૂ. શ્રી નમ્રમુનિ મહારાજસાહેબે.એ છણાવટદ્વારા વિકતવર્યોનાં ચિત્તને પ્રસન્નતા અર્પવાની સાથે એટલા જ પ્રભાવિત કર્યા. આવા સુંદર આયોજન અર્થે શ્રી ગુણવંત બરવાળીયા સાથે જેમણે-જેમણે પરિશ્રમ કર્યો તે સર્વનો શ્રમ સફળ થતો દેખાયો અને સહુપ્રમોદભાવે ફરી - ફરી આવી નેશ્રાને ઝંખી રહયા. આવા જ્ઞાનરસ ભર્યા આયોજનો થતાં રહે અને સહ લાભવિત થતાં રહે. ડૉ. તરુલતાબાઈમહાસતીજી કિલ્પતરુઅધ્યાત્મ કેન્દ્ર મિયાગામ - કરજણ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 322