Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 4
________________ ઉપઘાત ગુજરાત વર્નાકયુલર સોસાઈટીના ઈતિહાસને બીજે વિભાગ ગુર્જર જનતા સમક્ષ રાહ" સાદર કરીએ છીએ. આપણે સહુ જાણીએ છીએ તેમ સાહિત્ય એ પ્રજજીવનનું પ્રતિબિંબ છે, અને આ પુસ્તકમાં આપેલી સામગ્રી એ વસ્તુને પ્રત્યક્ષ કરાવવા અનેક રીતે સફળ થઈ છે. સોસાઈટી સ્થાપના થઈ. ત્યારથી ગુજરાતના જીવનના વિવિધ દિશાના વિકાસનું આલેખન સોસાઈટીનાં પ્રકાશનો તેમ જ બુદ્ધિપ્રકાશને લેખોમાં દૃષ્ટિગોચર થાય છે, અને આજ આટલાં વર્ષને અંતરે એ Kaleidoscopic ચિત્રસરખી પ્રગતિનું સચોટ દર્શન કરાવવા તેમાંના મુદ્દાઓ એકત્રિત કરી આ પુસ્તકની રચનામાં ગોઠવ્યા છે. | નવીન શિક્ષણ અને નવીન સંસ્કાર પામેલા આપણા વિચારને તે સમયના શિક્ષણમાં, સામાજિક રીવાજોમાં અને ધાર્મિક સ્થિતિમાં ઘણું ઘણું ઉણપ જણાઈ હતી અને પ્રજામત ખરી દિશામાં દેરવા માટે સાહિત્યનું બળવાન સાધન તેમણે હાથમાં લઈ આ દિશામાં Spade work યાને શરૂઆતના પથરા તેડવાનું કામ કર્યું. આ કામ સાચે જ પથા તેડવા કરતાં પણ મુશ્કેલ હતું. અગ્રગામી કાર્યકર્તાઓ જેને Pioneers કહીએ છીએ તેમનાં લક્ષણમાં, આંખ મીચીને કામ ધપાવવાની ખંત અને અવિશ્રાન્ત પરિશ્રમ, વિને વટાવી પાર જવાની શ્રદ્ધા તથા હિંમત મુખ્ય ગુણ હોય છે. તે સર્વને પરિણામે આજે આપણા દેશમાં દઢ ભૂમિકા તૈયાર થઈ ગઈ છે. દેશની પ્રગતિને અંગે હજી ઘણું ઘણું કરવાનું છે. પરંતુ આપણે ક્યાં છીએ અને કયાં પહોંચવાનું છે એ વાત નિશ્ચિત થઈ ગઈ છે. જે સામાજિક રીવાજો અને રૂઢિઓ સામે બંડ ઉઠાવવાર એ જમાનાના માન્યવરને ગાળો ખાવી પડેલી તથા હાડમારીઓ વેઠવી પડેલી તે સર્વ અનિષ્ટો દૂર કરવા હવે અનેક જ્ઞાતિ સંસ્થાઓ અને મંડળો કામ કરી રહ્યાં છે. આ સંબંધમાં અત્યારે જે મત પ્રજા ધરાવે છે તે ઘડવામાં ગુજરાત વર્નાકયુલર સોસાઈટીના કાર્યકર્તાઓને ફાળે જોઈ શકાશે. સમાજ ઉપરાંત આર્થિક અને ઔદ્યોગિક બાબતોને પણ સુધારણમાં ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના કાર્યકર્તાઓએ પિતાના લક્ષ બહાર રાખી નથી એ તેનાં પ્રકાશનો પરથી જણાઈ આવશે. શિક્ષણ એ તે સાહિત્ય ખીલવવાનું બળવાન શસ્ત્ર હાઈ એને પ્રથમ સ્થાન આપવું જ જોઈએ; તે અને ગુજરાતી ભાષાની સંસ્કૃદ્ધિ અને ઉન્નતિ કરવા માટે આ સંસ્થાએ સર્વથા પ્રયત્નો કરેલા છે તે આ જમાનાના તેમ જ પછીના જમાનાના લોકોના લક્ષમાં આવવા માટે આ પુસ્તક સાધન બનશે એવી ઉમેદ છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 352