Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 7
________________ જોડણીમાં પ્રધાન વિસંવાદ હસ્વ-દીર્ઘઉને છે. અમુક એક ચોક્કસ તત્વ શોધી કાઢવામાં ન આવે ત્યાં સુધી મુશ્કેલી રહે જ. એ તત્ત્વ છે સ્વરભાર’નું. જીવતી ભાષામાં આ તત્ત્વ પકડવું બહુ અઘરું નથી, અને આપણે નિર્ણય પણ તદ્ભવ શબ્દોમાંના ઈ-ઉને કરવાનો હોય છે, યા તત્સમ શબ્દો ગુજરાતીમાં આવ્યા પછી ગુજરાતી લેબાશમાં આવી ગયા હોય તેવાઓના ઇ-ઉ નો. આ અને એવી બીજી વાત તરફ પાદટીપોમાં ધ્યાન ખેંચવામાં આવ્યું છે. વાચકને વિવરણ સમજવામાં વિલન ન આવે એ હેતુથી જ પાદટીપમાં તે વાત અલગ બતાવવામાં આવી છે. વિવરણમાં તે નિયમોનું સ્પષ્ટીકરણ મુખ્યત્વે અપાયું છે. - વિવરણ પછી આપવામાં આવેલી શબ્દસૂચીમાં ગુજરાત વિદ્યાપીઠના જોડણુકેશને પ્રાયઃ અનુસરી જોડણી આપવામાં આવી છે. કેઈ શબ્દની છપાયેલી જોડણી નિયમથી વિરુદ્ધ હોય તે સુધારી લેવામાં આવી છે. વિવરણમાં બતાવ્યા મુજબ સુધારવા જેવી સ્પષ્ટ ભૂલો પણ સુધારી લેવામાં આવી છે. વિકલ્પોમાંના આવશ્યક રાખી, યા વિવરણમાં બતાવ્યા મુજબ થડે સ્થળે નિયમપ્રાપ્ત વધુ દાખલ કરી, નકામા લાગતા વિકલ્પ દૂર કરવામાં આવ્યા છે. આપણા નિત્યના વ્યવહારના શબ્દોની જોડણી કેવી હોવી જોઈએ, એ બતાવવાનો આ પ્રયત્ન એના ગ્રાહકોને માર્ગદર્શક થઈ પડશે, તે પ્રયત્નનું સાર્થક્ય છે. કેશવરામ કાશીરામ શાસ્ત્રી

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 388