Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 5
________________ પ્રસ્તાવના એવી ઉપર પ્રસિદ્ધ કરવા ધારેલો ગ્રંથ અને ગ્રંથકારને આ નવા ( ભાગ આ વર્ષ પણ અડધું પસાર થતાં પ્રસિદ્ધ થાય છે અને એ રીતે સને ૧૯૩૭ થી ૧૯૪૧નાં સાહિત્યની સમીક્ષા ૧૯૪૪માં બહાર પડે છે. આ વિલંબ ન ઈચ્છવા યોગ્ય છે. આ ગ્રંથના લેખન કરતાં વધુ તો છાપખાનાની અગવડને કારણે આ વિલંબ થયો છે. ભવિષ્યના “ગ્રંથ અને ગ્રંથકાર'ના ભાગો માટે સાહિત્ય-સમીક્ષા વિભાગનું કામ કોઈ પણ લેખકોને અગાઉથી ત્રણ કે પાંચ વર્ષ માટે નકકી કરી લેંપી દેવું જોઇએ કે જેથી વર્ષ પૂરું થતાં સમીક્ષા બહુ વિલંબમાં ન પડે. - આ નવમા ભાગનું મુદ્રણ દેઢ બે વર્ષથી શરૂ થયેલું, પણ છાપખાનાઓમાં માણસોની હાડમારીએ કામ સરળતાથી નીકળી શકતું નહોતું; અને એ અગવડોમાં ત્રણ જુદાં જુદાં છાપખાનાને આશ્રય લઈ આ કામ આ વિભાગમાં પ્રસિદ્ધ થતી સાહિત્ય-સમીક્ષા વસ્તુતઃ સમીક્ષા નથી; તે માત્ર દષ્ટિપાત છે, કારણ કે પાંચ વર્ષના સાહિત્યને વિશેષ વિસ્તારથી વિવેચવાનો આમાં અવકાશ નહતિ. આ દષ્ટિપાતને પણ સાહિત્યના પ્રવાહના વિભાગશ: બલાબલ સમજી શકાય એવી રીતે બનતા પ્રમાણમાં વિશદ કર્યો છે. ગ્રંથકાર–ચરિતાવલી માટે જે નામ બહાર પાડેલાં અને જેની માહિતી જાહેર તથા ખાનગી રીતે મેળવવામાં આવેલી તે બધી જ આ ગ્રંથ માટે ઉપયોગમાં લઈ શકાઈ નથી. ઘણું જીવનરેખાઓ લખાઈ આવવા છતાં હજી બાકી રાખવી પડી છે. કેટલાક વિદેહ સુપ્રસિદ્ધ ગ્રંથકારે કે જેમની જીવન-રેખાઓ આજ સુધીના ગ્રંથોમાં અનિવાર્યરીતે આવવી જોઈતી હતી પરંતુ આવી શકેલી નહિ, તે બધીને આ ગ્રંથમાં તે સંક્ષેપ કે વિસ્તારની દષ્ટિ છોડીને પણ સમાવી લેવાનો સંકલ્પ કરેલો; કારણ. વખત જતાં જીવનરેખાનાં સાધનો ઘસાતાં જવાનો સંભવ હોય છે. એવી કેટલીક જીવનરેખાઓ આ ગ્રંથમાં લીધી છે, પરંતુ ધારેલી બધી રેખાઓ આવી શકી નથી. કેટલાક ગ્રંથકારો સંબંધમાં માહિતી મેળવવા યત્ન કર્યા છતાં મળી

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 388