Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 4
________________ ભૂમિકા અને ૧૯૩૭ સુધીમાં “ગ્રંથ અને ગ્રંથકારના આઠ ભાગ પ્રસિદ્ધ થઈ Gઇ ચૂક્યા હતા. એ પછી એના વિશેષ ભાગ પ્રસિદ્ધ કરવાનું હાથ ધરી શકાયું નહોતું. સને ૧૯૪૨માં નવમો ભાગ પ્રસિદ્ધ કરી તેમાં સને ૧૯૩૭થી ૧૯૪૧ સુધીનાં પાંચ વર્ષના ગ્રંથોની સમીક્ષા અને આઠ ભાગમાં રહી ગયેલા ગ્રંથકારેનાં ચરિત્ર આપવાની યોજના કરવામાં આવી અને તે કામ શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ અને શ્રી બચુભાઇ પિ. રાવતને રોપવામાં આવ્યું હતું. પૂર્વના ભાગોમાં ગ્રંથ અને ગ્રંથકારો ઉપરાંત કોઈ ઉપયોગી વિષય ઉપર નિબંધ અથવા તો મહત્ત્વના કેઈ નિબંધના પ્રકાશનની વ્યવસ્થા કરવામાં આવતી હતી. તે રીતે આ નવમા ભાગમાં ગ્રંથસ્વામિત્વના કાયદાનો સાર અને જોડણીના નિયમોનું વિવરણ આપવાનો નિર્ધાર કરી તે કાર્ય અનુક્રમે શ્રી પ્રભુદાસ બા. પટવારી અને ૫૦ કેશવરામ કા. શાસ્ત્રીને સોપવામાં આવ્યું હતું. અનુકૂળ સંજોગોને અભાવે શ્રી પટવારીનો નિબંધ તૈયાર થઈ શક્યો નથી; એટલે અહીં પં. કેશવરામ શાસ્ત્રી, ગુજરાત વિદ્યાપીઠના જોડણીના નિયમોનું વિવરણ આપતો “ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણ” એ નામનો શ્રમપૂર્વક લખાયેલો લેખ, નમૂનાના આશરે ૧૦,૦૦૦ શબ્દો સાથે આપવામાં આવ્યું છે. કોઈકઈ શબદની પં. શાસ્ત્રીને ઠીક ન લાગતી જોડણી સુધારવામાં આવી છે; પણ આવા શબ્દો જાજ છે. આ આખો નિબંધ એક દિશાસૂચન પૂરતો જ લેખકે તૈયાર કર્યો છે. એનાથી સંસ્થાની નીતિ બદલાઈ છે એમ કોઈ ન માને. ગ્રંથ અને ગ્રંથકારની ઉપયોગિતા વિશે વિશેષ કહેવાનું નથી. એનું પ્રકાશને દર વર્ષે થવાને બદલે દર પાંચ વર્ષે થતું રહે એ સગવડભરેલું પણ છે. દર વર્ષે છાપવાથી “ગ્રંથકાર' વિભાગ ટૂંક થતો જાય. ગ્રંથની સમીક્ષાને તો પ્રશ્ન બહુ નથી, કેમકે અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા દર વર્ષે રીતસર સમીક્ષા કરાવી છપાવે છે. એનું પાંચ વર્ષે દોહન, અને વિદેહ તેમજ વિદ્યમાન ગ્રંથકારોનાં ચરિત્ર, એટલાથી ગ્રંથપૂર બરોબર થઈ રહે. ગુજરાત વર્નાકયુલર સોસાયટીના સ્વ. આસિસ્ટંટ સેક્રેટરી સદગત હીરાલાલ ત્રિભુવનદાસ પારેખે શુભ ઉદ્દેશથી આ પુસ્તકમાળાનો આરંભ કરેલો. અનિવાર્ય સંજોગોને લીધે તે પ્રબંધ અટકી પડ્યો હતો, પરંતુ કારેબારી સમિતિએ તેની ઉપયોગિતા લક્ષ્યમાં લઈને તે ફરી ચાલુ કરવાની વ્યવસ્થા કરી છે એ ખરેખર યોગ્ય થયું છે. વિદ્યાબહેન ર. નીલકંઠ અમદાવાદ, ઓન સેક્રેટરી, તા. ૧-૮-'૪૪ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 388