Book Title: Gnani Purush Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 421
________________ ૩૬૨ જ્ઞાની પુરુષ (ભાગ-૨) નીરુમા અને કહે, ‘તમે ?' તો કહે, “મારે તો બહુ નથી રહેવું.” તો તમે કહ્યું, “ના, આઠ વર્ષ તો રહેજો.” દાદાશ્રી : “રહેજો.” તે ઉતાવળ શી છે ? ત્યાં આગળ કંઈ કેન્ટીનો કોઈએ રાખી મૂકી છે ? ત્યાં નાસ્તાની કેન્ટીનો હતી એ જતી રહી બધી. ત્યાં જઈએ તોય કેન્ટીનો નથી બધી સરસ. પ્રશ્નકર્તા : પણ તે આઠ ક્યાંથી કાઢયા ? દાદાશ્રી : છે તે નીકળ્યા એની મેળે. કારણ કે એક-બે ફેરો પડી ગયા ને, તે બધું આ કચ્ચર થયેલું, બધું ભાંગી ગયેલું. પડી જાય એટલે એ થાય ને ! આ એની મહીં એય શું કરે ? તોંતેર વર્ષ થયા, એય શું કરે ? પ્રશ્નકર્તા : કોઈ પણ શું કરી શકે ? અને છેવટે એવું જ થયું દાદાશ્રી : એ મને રોજ કહેતા'તા કે મારે પહેલું જવાય એવું કરો. હું અખંડ સૌભાગ્યવતી થઈને જઉં. પ્રશ્નકર્તા ઃ તે એવું જ થયું. દાદાશ્રી : એટલે પછી આપણાથી બોલાય જ નહીં ને ! પ્રશ્નકર્તા : એમની ઈચ્છા પૂરી થઈ. દાદાશ્રી : બધી ઈચ્છા પૂરી, બીજી કશી ઈચ્છાઓ રહી નહોતી. ખાતરી સાચી પડી, દાદાની હાજરીમાં દેહ છોડ્યો એમણે પોતે જ કહેલું કે ‘તમારી હાજરીમાં હું જઉ એટલું કરો.” પ્રશ્નકર્તા : મને ત્યાં કીધેલું, હું ત્યાં આવતો ને, ત્યારે. દાદાશ્રી : હા, એમણે લોકોને એવું કહેલું કોઈની પાસે જે અજાયબ ચીજ નથી એ દાદા પાસે છે.” પણ લોકોનું પુણ્ય પાકતું નથી. પુણ્ય પાકવું જોઈએ ને ?

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448