Book Title: Gnani Purush Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 424
________________ [૨૨] હીરાબાના દેહવિલય વખતે દાદાની સ્થિતિ પ્રશ્નકર્તા : એમની એક મોટામાં મોટી મહાનતા એ કે આ ઉંમરે દાદાને જગત કલ્યાણ માટે વિશ્વભરમાં ફરવા જવા દેતા. દાદાશ્રી : હા, એ પોતે આશીર્વાદ આપતા હતા. પ્રશ્નકર્તા : હું આમને ઘણીવાર કહું કે આપણે આ શીખવાનું છે કે હીરાબા કેવા એમને આશીર્વાદ આપીને પરદેશ મોકલે છે અને... ૩૬૫ દાદાશ્રી : અને જ્યારે હોય ત્યારે કહેશે, ‘બધું કલ્યાણ કરીને આવો.' ચાલો, બધું જે થયું તે, મને લાગતું'તું કે દિવાળી પહેલા જશે, પણ આ અમારી જયંતી પૂરેપૂરી ઉજવ્યા પછી અને આ અમારો એક્સિડન્ટ (અકસ્માત) થયા પછી ચાલ્યા. છેલ્લા ત્રણ મહિતા જોડે જ રહ્યા પ્રશ્નકર્તા : અને એમણે જાણ્યું કે દાદા સારા પણ થઈ ગયા છે પાછા. દાદાશ્રી : સારા થઈ ગયા. એક્સિડન્ટ થઈ ગયો અને પછી સારું થઈ ગયું એમ કહે. મને પેલા નટુભાઈ ગઈ સાલથી કહે કહે કરે કે ‘હીરાબા છે તે આ દિવાળી નહીં કાઢે.' એટલે હું ચેતી ગયેલો. મેં કહ્યું, ‘દિવાળી પહેલા કંઈ થાય તો...’ એટલે અહીં રહેતો'તો, ખસતો નહોતો. મેં કહ્યું, ‘આ બોલેલો છે ત્રાહિત રીતે, રાગ-દ્વેષ રહિત ! વાણી કંઈ અવળી પડે નહીં. કંઈક બોલે છે, માટે બરોબર છે.' તે અહીં રહેલો. પ્રશ્નકર્તા : અને એ માટે કદાચ એક્સિડન્ટ પણ નિમિત્ત હોય કે જેથી તમારે અહીંયા રહેવું જ પડે. દાદાશ્રી : બધું નિમિત્ત જ ને ! હિસાબ બધો ચૂકતે કરે ને ! છેવટે મુક્ત કર્યા. ત્રણ મહિના રહ્યા'તા સાથે, જોડે ને જોડે, ચોવીસેય કલાક. છેલ્લા દહાડા સુધી માથે પગ મૂકીને વિધિ દરરોજ રાતે વિધિ-બિધિ બધું કરીએ. બ્લડ પ્રેશર હતું, પહેલા

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448