Book Title: Gnani Purush Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 427
________________ ૩૬૮ જ્ઞાની પુરુષ (ભાગ-૨) દાદાશ્રી : મહીં ક્લિઅરન્સ થયેલું છે, બહુ સારું ક્લિયર. મારી જોડે દૃષ્ટિ કરતા'તા ને, તો હું ક્લિયર જોતો'તો, મહીં હું દર્શન કરતો'તો એમના. છેલ્લે આપ્તપુત્રોને કહે, પરણવાનું નહીં પ્રશ્નકર્તા : અને દાદા, પેલું આપ્તપુત્રોને પરણાવવાની વાત કરતા'તા તો અત્યાર સુધી દરેક વખતે એવું કહેતા'તા કે પરણ, પરણવાનું. પણ છેલ્લે, આ વખતે “ના” બોલ્યા'તા. દાદાશ્રી : આ ફેરે ‘ના’ બોલ્યા, “પૈણવાનું નથી' કહે છે. પ્રશ્નકર્તા : પણે નહીં, એવું કીધેલું. દાદાશ્રી : હા... પહેલા દરેક વખતે એવું બોલતા'તા, એટલે મેં તો જાણ્યું એવું જ બોલશે. પણ ના, આ ફેરે જુદું બોલ્યા, “મને તો જિંદગીમાં બહુ મદદ કરી છે એમણે.” ડૉક્ટર તો નિમિત્ત, ચાલું બધું કુદરતી નિયમથી અને એમને કોઈ દહાડોય દુઃખ પડ્યું જ નથી. તે ઠેઠ સુધી વાતો કરતા'તા. આમ કોઈની પડેલી નહીં, કોઈની અંદર ડખલ નહીં. કોઈનું નુકસાન થાય કે એવું કશું નહીં. બધાને સારું થાય એવી ભાવના ! પ્રશ્નકર્તા: પણ શ્વાસમાં કાંઈ ભરાઈ ગયેલું ? દાદાશ્રી : ના, એ તો કુદરતનો નિયમ જ એવો કે તે ઘડીએ ડૉક્ટરનેય ગળફો બંધ કરી દે. આપણે ડૉક્ટરને કહીએ, “બધાના ગળફા કાઢ્યા.” ત્યારે કહે, “આ ના નીકળે.” કુદરતને ગળફો બંધ કરી દેતા કેટલી વાર લાગે ? એમાં માણસનું શું ગજું તે ? માણસ તો એક નિમિત્ત છે અને તે નિમિત્ત રૂપે કામ કરી જાય. ડૉક્ટરને આપણાથી “ના” ન કહેવાય, કે તું શું કરવાનો છે ? કારણ કે નિમિત્ત છે એ. પ્રશ્નકર્તા : પણ બરોબર બે મહિના થયા. દાદાશ્રી : હા, એમની મને સેવા મળી. અહીં કપાળે અંગૂઠો અડાડી

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448