Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
द्वात्रिंशिका
• પ્રસ્તાવના
ગા.૩૦ની નયલતા ટીકામાં પાણી
મન, તકક્ષોદ (ફટકડીચૂર્ણ) = શ્રદ્ધા, મલ = તીવ્રપાપાદિ. આ રીતે વ્યવસ્થિત ખોલીને બતાવ્યું છે. છેલ્લી ગાથાઓમાં જે સ્થિરતા સુધીનો કાળ મૂળ ગાથાઓમાં છે તેને સ્પષ્ટ રીતે ખોલીને અર્થનો બોધ સુંદર કરાવેલ છે.
=
ગુજરાતી વિવેચન દ્વારા તો ભાવોને એકદમ સરળને સ્વાદુ બનાવ્યાં છે. ગોળ જેમ તરત ઉતરી જાય તેમ આ ગુજરાતી વિવેચન પણ તરત પ્રજ્ઞામાં ઉતરી જાય તેવું છે.
એકંદરે અનેકાનેક વિશેષતાઓથી સભર નયલતાટીકા વાંચતા જ વધુ આદર પ્રગટશે. જિજ્ઞાસુઅભ્યાસુ વર્ષે ટીકા વાંચવાનું અવશ્ય ધ્યાન રાખવું...
21
ઘણા સમયથી જેમનું નામ સાંભળ્યું હતું ને જેમનું કામ જોયું હતું/વાંચ્યું હતું તેવા મુનિવરશ્રીને સહજ રીતે કલિકુંડ તીર્થમાં થોડા સમય પૂર્વે મળવાનું થયું... કેટલીક વ્યક્તિઓ સાથે જાણે કોઈ ઋણાનુબંધ હોય છે તેમ પ્રથમ મિલનમાં આત્મીયતા સારી એવી થઈ. વાતચીતમાં તેઓશ્રીએ કહ્યું કે ‘આ બત્રીસીની ટીકા છપાવાનું ચાલુ છે ને તેના ૮ ભાગમાં અલગ અલગ મહાત્માઓ પાસે પ્રસ્તાવના લખાવવાની ભાવના છે. તેથી તમે પણ એક ભાગની ટીકા લખી આપવાની ઉદારતા દાખવો તો ધન્યતા અનુભવાશે.’ પ્રસ્તાવના સાંભળતા જ સ્તબ્ધ થવાયું...
ક્યાં બત્રીશી ? ક્યાં ઉપાધ્યાયજી મ. ને ક્યાં નૂતન ટીકાકારશ્રી ને ક્યાં મારા જેવો અલ્પજ્ઞ... એક નાનકડા બાળકને મોટું કામ સોંપવા જેવો ઘાટ થયેલો.. પ્રાથમિક તબક્કામાં ઈન્કાર કરવા છતાં છેલ્લે સ્વીકાર તેમની લાગણી અને ભાવ જોતાં થયો...
જે કાંઈ લખાયું તેમાં તેમની લાગણી ને પ્રેમનો પડઘો છે. પ્રસ્તાવના લખવાનું કાર્ય સોંપી તેઓશ્રીએ મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. નહીં તો મારા જેવો આળસુ માણસ આ બત્રીસીના પદાર્થોને ક્યારે પામી શકતે ? વાંચતા જે આનંદ આવ્યો છે તેને શબ્દસ્થ તો કેમ કરાય ? ફક્ત એટલી પ્રાર્થના પ્રભુને કરાય કે વાંચન અનુભવનમાં પલટાય... ને આત્માનુભૂતિના સથવારે આત્મગુણોની અનુભૂતિના ઊંડાણમાં રમમાણ બનાય...
પ્રાન્ત, પ્રસ્તાવના લખતાં પ્રભુઆજ્ઞાવિરુદ્ધ, ગ્રંથકારશ્રીવિરુદ્ધ કે ટીકાકારશ્રીના આશયથી ભિન્ન કાંઈ લખાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ્...
Jain Education International
感
શ્રી પાવાપુરી તીર્થધામ,
કે.પી.સંઘવી ચે. ટ્રસ્ટ,
સ્વ.પૂ.આ.શ્રી ૐકારસૂરિ મ.સા.ના. શિષ્યરત્ન
મુ.પો.કૃષ્ણગંજ, જિ. સિરોહી, તપસ્વી પૂ. મુનિરાજશ્રી ચંદ્રયશવિજયજી મહારાજના શિષ્યાણુ કંડલા-દિલ્હી હાઈવે-૩૦૭૧૦૧. મુનિ ભાગ્યેશવિજય
જે ૧.૬ ૨૦૫૯
તા. ૨૦-૬-૨૦૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org