Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
20 • પ્રસ્તાવના :
द्वात्रिंशिका ગુ' શબ્દ અંધકારવાચક છે. “ અક્ષર વિરોધવાચક છે. “અંધકારનો વિરોધી એવો પ્રકાશ' આ અર્થ “ગુરુ” શબ્દની વ્યુત્પત્તિથી લભ્ય અર્થ છે. જે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય તે ગુરુ. જે અમાસથી પૂનમ તરફ લઈ જાય તે ગુરુ. જે મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં લઈ જાય તે ગુરુ. જે અનાત્મભાવમાંથી આત્મભાવ તરફ લઈ જાય તે ગુરુ. આવા ગુરુનાં પૂજન પછી દેવપૂજનની વાતમાં આદિધાર્મિકની કક્ષાનો અન્યદર્શનકારો સાથે સમન્વય સાધતાં ધર્મસંગ્રહવૃત્તિના આધાર પર નયલતામાં જણાવાયું છે કે અન્યદર્શનીના મતે શિષ્ટ, બોધિસત્ત્વ અને નિવૃત્તપ્રકૃતિઅધિકાર આદિ શબ્દોથી જે જીવની કક્ષા જણાવાઈ છે તે જ કક્ષા આદિધાર્મિક કે અપુનબંધકની છે. (ગા.૯ થી ટીકા પૃ.૮૪૭)
ગા.૧રની નયલતા ટીકામાં રહસ્યવેદી મુનિવરે યોગબિંદુના ‘વ્રતસ્થા' એ શ્લોકને ખોલતાં જે ત્રણ પ્રકારની શુદ્ધિ બતાવી છે તે નિષ્કર્ષ સરસ કાઢ્યો છે. ગ્રંથને ખોલવાની એક કળા ત્યાં જણાય છે. (જુઓ ગા.૧૨ની ટીકા પૃ. ૮૫૧)
અપ્રમત્તતાના અભ્યાસી અનિપ્રવરે “પ્રમાદનું વર્જન કરવું જોઈએ” એ પૂર્વસેવાના ગુણની વાતમાં અઢળક અન્ય દર્શનોના પણ સાક્ષીપાઠો આપ્યાં છે. તથા તેમાં જ આગળ “આ સદાચારોનું ફળ શું મળે?” તે વાતમાં સંન્યાસગીતા વગેરેના પાઠો દ્વારા બતાવ્યું છે કે આ સદાચારોથી સસંસ્કારો ઊભા થાય છે જે મહાફલજનક છે. તે વાત જણાવી સામાન્યધર્મમાં ફલાપેક્ષ અસામાન્યતા બતાવી છે.
મુક્તિરાગમાં જે ઉપાયો છે તેની વિગત નયલતાટીકામાં મોક્ષાનુરાગી અનિપ્રવરે આપી છે. શ્રદ્ધાવીર્ય-સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞા એ ઉપાયો યોગાવતાર નામની ૨૦મી બત્રીસીમાંથી અહીં નોંધ્યા છે. તે સંબંધી કેટલીક વાતો નયેલતા ટીકામાં પૃ. ૮૮૪ પર જુઓ.
૧૨. મુક્તિઅષપ્રાધાન્ય બત્રીસીમાં પાંચ અનુષ્ઠાનની તત્ત્વાર્થદીપિકા ટીકાની વ્યાખ્યામાં ઈહલોક | પરલોક ઉભયાશંસાથી યુક્ત જે અનુષ્ઠાન હોય તેનો નંબર વિષમાં કે ગરમાં ? ક્યાં ગણવો તેની ચર્ચા કરતાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે તો જેનું પ્રાધાન્ય વધુ હોય તેમાં તે અનુષ્ઠાનને ગણવું તેમ કરીને પોતાનો મત આપી દીધો છે. પણ નયલતા ટીકામાં મતસંગ્રહનકર્તા મુનિવરે કેચિત કરીને જે એક મત આપ્યો છે તે વાંચવા ને વિચારવા જેવો છે.
જેમ પ્રતિભજ્ઞાન શ્રુતજ્ઞાન પણ નથી ને કેવલજ્ઞાન પણ નથી તો જ્ઞાનાન્તર પણ નથી. તેમ ઉભયાશંસાવાળું અનુષ્ઠાન જે વિષાનુષ્ઠાન પણ નથી કે ગરાનુષ્ઠાન પણ નથી તો અનુષ્ઠાનાન્સર પણ નથી. આગળ જતાં સરસ કારણ જણાવ્યું છે કે ઉભયાશંસાવાળું અનુષ્ઠાન જલદી સચિત્તનો નાશ કરનાર હોવાથી કેવલ ગરાનુષ્ઠાન નથી તથા કાલાન્તરમાં પણ સચ્ચિત્તનો નાશ થતો હોવાથી કેવલ વિષાનુષ્ઠાન પણ નથી. તેથી આને વિજાતીય માનવું જોઈએ. આ વિચારણીય છે –તેમ અન્યનો મત ટાંકીને મૂકી દીધું છે. (જુઓ ગા.૧રની ટીકા પૃ.૯૦૯ પર)
ગા.૨૪ની નયેલતા ટીકામાં વસુપાલનું દૃષ્ટાંત અષ્ટકપ્રકરણવૃત્તિમાંથી સંપૂર્ણ મૂકીને પ્રસ્તુત પદાર્થ સાથે સુંદર ઘટાવ્યું છે. જુઓ પૃ. ૯૨૬.
અને ગા. ર૬ થી ૩૨ સુધી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે તો “સ્પષ્ટ કરીને ટીકા કરવાનું છોડી દીધું છે ત્યાં પણ જ્ઞાનદાનપ્રેમી પૂ. મુનિવરે પૂ. ઉપાધ્યાયજી મ.ની તે તે વાતોને વિસ્તારથી ખોલી છે તે ખરેખર ધન્યવાદને યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org