Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
18
• પ્રસ્તાવના .
द्वात्रिंशिका
થાય તેને ધ્યાનમાં રાખીને તે તે ગાથાના વિષયોને વિસ્તૃત કર્યા છે. ને તેને માટે નિશીથભાષ્ય, બૃહત્કલ્પભાષ્ય, બ્રહ્મોપનિષદ્, પરબ્રહ્મોનિષદ્, વ્યવહારસૂત્ર, સમ્મતિતર્ક, ઉત્તરાધ્યયનસૂત્ર, પંચકલ્પભાષ્ય વગેરે અનેક ગ્રંથોના પાઠો સાથે વિશદ બોધાર્થ મૂકીને બહુ મોટો ઉપકાર કર્યો છે.
અને એ જ રીતે યોગ લક્ષણ બત્રીસીમાં પણ યોગની વ્યાખ્યામાં યોગવિશિકા, યોગશતક, યોગી ગોપેન્દ્રજીના યોગની વ્યાખ્યા સંબંધી ઉદ્ધરણો મૂકીને તે વિષયને ઓપ આપવાનું કામ કર્યું છે.
ગાથા ૨ની ટીકામાં પૂજ્ય ઉપાધ્યાયજીએ મોક્ષ તરફ યોગ ઉપાદાનકારણ છે એટલું લખીને મૂકી દીધું છે જ્યારે યોગના ઉંડા અભ્યાસી મુનિવરે નયલતા ટીકામાં એ વિષયને બહુ સુંદર રીતે ખોલ્યો છે. તેઓ જણાવે છે કે આત્મા એ જ મોક્ષનું ઉપાદાન કારણ છે. પૂજ્ય વાચક દેવચંદ્રજી મહારાજે પણ કહ્યું છે ‘ઉપાદાન આતમ સહી રે' (સ્તવન ત્રીજું, ગાથા ત્રીજીમાં) છતાં પણ યોગપદથી જેનો ઉલ્લેખ કરાય છે તે ધર્મવિષયક આત્મવ્યાપાર-અધ્યવસાય વિશેષાત્મક છે. આત્મા અને આત્માના આવા વ્યપારરૂપ યોગ કચિત્ અભિન્ન છે. માટે અભેદપક્ષનો આશ્રય લઈને અહીં ઉપાધ્યાયજી મહારાજે યોગને પણ ઉપાદાનકારણ જણાવ્યું છે. આ નયલતાટીકાની વિશેષતા છે કે ડગલે ને પગલે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના વચનને સુંદર રીતે ઘટાવી આપે છે. (જુઓ પૃષ્ઠ.૬૮૪)
ગાથા ૪માં આવતા ‘કશ્ચિદ્’ ને વ્યાખ્યાયિત કરતાં જે નિષ્કર્ષ કાઢ્યો છે તે અતિ અદ્ભુત છે. અચરમાવર્તકાલમાં બધાને બધી રીતે અતિક્લિષ્ટ પરિણામ જ હોય છે- તેવો નિયમ નથી. શુકલલેશ્યા વગેરેથી અચરમાવર્ત્તકાળમાં પણ નવમગ્રેવયક સુધી પહોંચાય છે. અભવ્યોને પણ ગ્રન્થિદેશની પ્રાપ્તિના સમયે પ્રતિક્ષણ વર્ધમાન શુભપરિણામ અને પ્રશસ્ત અધ્યવસાયાદિ હોઈ શકે છે.
અચરમાવર્ત્તકાળમાં પણ સ્વદોષદર્શન અને પરગુણપ્રમોદાદિ પરિણામ સંભવી શકે છે.
દા.ત. અચરમાવર્ત્તવર્તી અગ્નિશર્મા તાપસને ત્રણ વાર માસક્ષમણના પારણાની અપ્રાપ્તિ છતાં તે ગુણસેન રાજાના ગુણદર્શન તથા સ્વદોષદર્શનનું કાર્ય કરતાં હતા. આ રીતે અચરમાવર્ત્તકાળમાં ગુણપક્ષપાતનું બીજ પડવાની સંભાવના નકારી શકાતી નથી. આ વાત સુંદર રીતે દષ્ટાંત સાથે રજૂ કરી છે જ્ઞાનસાધક મુનિવરશ્રીએ. (જુઓ. પૃ.૬૮૭૯૮૮)
શુદ્ધિ અને પુષ્ટિના વિષયમાં જૈનેતર ગ્રંથોના સાક્ષીપાઠો આપી કમાલ કરી છે.
,,
પ્રણિધાન શબ્દની તત્ત્વાર્થદીપિકા ટીકા પર નયલતા ટીકામાં ‘પરાર્થનિષ્પત્તિપ્રધાનં'ની વ્યાખ્યામાં ‘ચિત્ ઉત્કટતયા પરાર્થપ્રાધાન્યાડર્શન’ કહેવા દ્વારા ‘‘કયારેક નજર સામે કદાચ પરાર્થપ્રાધાન્ય પ્રવૃત્તિમાં ન દેખાતું હોવા છતાં આ પ્રણિધાનથી સંપન્ન યોગીના આત્મામાં સંસ્કારરૂપે પરાર્થરસિકણું છે- તેમ સ્વીકારવું જોઈએ, નહીં તો તત્ત્વહાનિનો પ્રસંગ આવે.” આ ખુલાસો લખી આ મહાત્માએ ઘણા પ્રસંગો પર થતી શંકાનું નિરસન કર્યું છે. ધન્યવાદ છે તેમની વિશિષ્ટ પ્રજ્ઞાને. આ પ્રણિધાનાદિ પાંચ આશયની વિશેષવાતો વાંચવા/સમજવા તો ષોડશક ગ્રંથ પર મુનિપ્રવરશ્રી યશોવિજયજી મ. દ્વારા લિખિત કલ્યાણકંદલી સંસ્કૃત ટીકા અને ગુજરાતી વિવરણ વાંચવા જ રહ્યા ને ક્રિયાશુદ્ધિ દ્વારા ભાવશુદ્ધ કરી આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવી જ રહી...
પ્રણિધાન એ પરિણામ સ્વરૂપ છે પણ ચિત્ત અને ચિત્તના પરિણામમાં કથંચિદ્ અભેદ છે. તેથી અભેદપક્ષના આશ્રયે અહીં પ્રણિધાનને ચિત્ત કહેવામાં આવ્યું છે. આ સ્પષ્ટીકરણ તેમની સૂક્ષ્મ પ્રજ્ઞાને આભારી છે.
Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org