Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
16
• પ્રસ્તાવના •
द्वात्रिंशिका સફળ છે. કારણ કે જ્ઞાન સાથે ભાવોની શુદ્ધિ છે. (જુઓ. ગા. ૯ થી આગળ...)
ભવ્ય આત્મામાં મોક્ષ માટેની સ્વરૂપ યોગ્યતા તો પહેલેથી છે જ પણ ચરમાવર્તકાળમાં તેને સમુચિત યોગ્યતા પ્રાપ્ત થાય છે. તેથી ત્યારે જે આધ્યાત્મિક કાર્ય માટે જે જોઈએ તે પણ સહજ પ્રાપ્ત તેવી યોગ્યતાના પરિપાકથી મળે છે.
ચરમાવર્તકાળમાં મોટે ભાગે તહેતુ અનુષ્ઠાન જ હોય છે. કયારેક આશંસા કે અનાભોગને કારણે અનનુષ્ઠાન વગેરે સંભવી શકે છે. પણ તે કયારેક જ. (ગા.૧૫ ને ૧૬)
બાધ્યફલાકાંક્ષાથી યુક્ત મુક્તિઅદ્વેષ અથવા અબાધ્યફલાકાંક્ષાશૂન્ય મુક્તિઅદ્વેષ તહેતુ અનુષ્ઠાનના પ્રયોજક બની શકે છે. અભવ્ય જીવ પાસે આવો વિશિષ્ટ મુક્તિઅદ્વેષ નથી. માટે તેની ક્રિયા તતુ અનુષ્ઠાનમાં આવી શકતી નથી. તેની વિગતે ચર્ચા ગા. ૨૦ થી ૨૫માં જુઓ.
અબાધ્યકલાકાંક્ષાથી શૂન્ય મુક્તિઅષથી ધારાબદ્ધ શુભભાવ જન્મે છે ને કદાગ્રહાદિની નિવૃત્તિ થાય છે. કદાગ્રહ = વિચારવિષયક ખોટો આગ્રહ
હઠાગ્રહ = વસ્તુવિષયક ખોટો આગ્રહ
પૂર્વગ્રહ = વ્યક્તિવિષયક ખોટો આગ્રહ. આ ત્રણેય દૂર થાય પછી સાનુબંધ અધ્યવસાયની ધારા પ્રગટે છે. (ગા. )
આવા મુક્તિઅદ્વેષથી સાધક નિર્ભય બને છે. ધર્મક્રિયાના આસ્વાદને માણે છે. શ્રદ્ધા વધે છે ને માનસિક પ્રસન્નતા પણ વધતી જાય છે. તેનાથી વર્ષોલ્લાસ વધે છે ને તેનાથી સ્મૃતિ પટુ બને છે. તેનાથી સમાધાન પામેલું મને વધુને વધુ સ્થિર બને છે. અને આ રીતે મુક્તિઅદ્વેષથી શરૂ થયેલી આધ્યાત્મિક યાત્રા પરમાનંદમાં પરિપૂર્ણ બને છે. માટે આ બત્રીસીનું નામ છે મુક્તિ અષપ્રાધાન્ય બત્રીસી. બત્રીસી ગ્રંથ એક અદ્ભુત પ્રસાદી છે. વાંચતાં જરૂર ભીતરી આનંદની અનુભૂતિ થાય. હ સાધક, સમારાધક, સર્જક મુનિશ્રી યશોવિજયજી મહારાજ દ્વારા રચિત છે
નયલતા ટીકની વિશેષતા અદ્ભુત ક્ષયોપશમના માલિક, સમાન નામધારી યત્કિંચિત્ તથાવિધ કાર્યકારી પૂ. મુનિશ્રી યશોવિજયજી મહારાજે વર્તમાન સમયમાં એક આગવું અભિયાન ચલાવ્યું છે.
કેટલાય સમયથી પ્રૌઢ ગ્રંથો પર સુંદર ટીકાઓ રચવાનું કાર્ય લગભગ અટકેલું હતું. તે કાર્ય મુનિશ્રીએ ઉપાડી શ્રુતભક્તિ દ્વારા શાસનભક્તિ કરી છે.
એમ લાગે કે પાતંજલ ઋષિએ કહેલ ચિત્તવૃત્તિનિરોધના ઉપાયભૂત ‘અભ્યાસ’ આ મહાત્માએ સિદ્ધ કર્યો છે. અભ્યાસને સ્થિર કરનાર ત્રણ પદાર્થો. ચિરકાલ, નિરંતર ને આદર.. આ ત્રણેય જેમનામાં આત્મસાત્ થયા છે તેવું લાગે. એમાં ય જિનવચન પરનો આદર જેમના અંતઃસ્થલમાં કેવો રમે છે તે જેમના ચહેરા પર જણાઈ આવે તેવા મુનિપ્રવરશ્રી યશોવિજયજી મહારાજે આ વિશિષ્ટ શ્રુતભક્તિ દ્વારા શ્રમણોને એક આદર્શ આપ્યો છે.
પૂજ્ય ઉપાધ્યાયજી મ.ના ગ્રંથો પરની ટીકા બનાવવાનું કાર્ય તથા સ્વસાધનામાં પણ રત રહેવું, શિષ્યોને સતત અધ્યાપન કરાવવું તથા નવા ગ્રન્થોનું અધ્યયન કરવાનું, સાથોસાથ વર્ધમાનતપની ઓળીઓ તો ચાલુ જ. આ બધું જોતાં લાગે કે માનવીય શક્તિ કામ કરે છે કે દેવીશક્તિનું અહીં અવતરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org