Book Title: Dudh Vanaspatijanya Author(s): Rupa Shah Publisher: Circle Health View full book textPage 4
________________ ડો. રૂપા શાહ ડો. રૂપા શાહ સર્કલઓહેલ્થ ના સ્થાપક અને સંચાલક છે. સર્કલઓહેલ્થ (સ્વાથ્ય મંડળ) ડીસેમ્બર ૨૦૧૪માં શરુ કરવામાં આવ્યું છે. ડો. રૂપા શાહ એક MBBS ડોક્ટર છે અને તેઓ મુંબઈમાં, છેલ્લાં ૩૦ થી વધુ વર્ષોથી દર્દીઓનો ઉપચાર કરી રહ્યા છે. એમણે અમેરિકાની હાર્વર્ડ મેડીકલ સ્કુલમાંથી, “જીવનશૈલીની દવાઓનો અભ્યાસ પણ કર્યો છે. એમના પોતાના જ શબ્દોમાં ૨૦૦૯ની સાલમાં મેં વનસ્પતિજન્ય આહાર વિષે જાણ્યું અને જોયું કે ડાયાબીટીસના દર્દીઓ સંપૂર્ણ રીતે આ જ આહારથી સારા થઈ ગયા છે. જન્મથી જ હું તો શાકાહારી છું અને હવે લગ્ન પછી જૈન પણ છુ પણ દૂધ અને દૂધની વાનગીઓ તો મેં પહેલેથી જ આરોગી હતી. ત્યારે મને ૩૦ દિવસ માટે દૂધ અને દૂધના બધા જ પદાર્થો છોડી દેવાની પ્રેરણા થઇ. હું આશ્ચર્ય ચકિત થઇ ગયી જ્યારે પરિણામ ખુબ જ સરસ આવ્યું. મારું શરીર એકદમ હલકું લાગવા લાગ્યું, શરીરમાં નાના મોટા દુખાવા, કળતર જે કાયમને માટે રહેતી હતી તે ચાલી ગયી. મને માથાનો દુખાવો જેને માયગ્રેન કહે છે તે લગભગ ૧૮ વર્ષોથી હતો, જે ઉલટી થઇ ને જ સારો થતો હતો, તે કાયમને માટે જતો રહ્યો. મારી બધી જ નાનીમોટી તકલીફો જતી રહી. વધુ પડતી એસીડીટી પણ કાયમને માટે જતી રહી. મારું વજન પણ ઉતરી ગયું. માનસિક રીતે મને ખુબ જ શાંતિનો અનુભવ થયો અને મારી વિચારવાની શક્તિમાં એક જાતની સ્પષ્ટતા આવી ગઈ. આ બધું જ ફક્ત ૩૦ દિવસમાં થયું. આટલા સુંદર પરિણામથી હું ખુબ જ પ્રભાવિત થઇ ગયી. તુરંત જ મેં આ વિષય પર મારું સંશોધન ચાલુ કર્યું. મેં અભ્યાસ કર્યો કે પ્રાણીજન્ય દૂધમાં શું ખોટું છે, વનસ્પતિજન્ય આહાર જ કેમ આપણા સ્વાથ્ય માટે ઉત્તમ છે? મેં જાણ્યું કે દૂધને કારણે જીવનશૈલીને લગતા કેટલા બધા રોગો થાય છે જેવા કે ડાયાબીટીસ, જાડા પણું, બ્લડપ્રેશર, કોલેસ્ટેરોલ, હૃદય રોગ વગેરે. છેલ્લાં ૭ વર્ષથી મેં પોતે ઘણાં દર્દીઓને તેમના ડાયાબીટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટેરોલ, જાડા પણું વગેરેમાંથી વનસ્પતિજન્ય આહારનો ઉપયોગ કરતી જીવનશૈલીનું માર્ગદર્શન આપીને મુક્ત કર્યા છે. પરિણામ ખુબ જ પ્રભાવકારી છે. Disclaimer: Do not be discouraged if the recipe quantities made by you, vary with the actual quantities in this book. The results are not absolute, and quantities and methods are bound to differ from person-to-person. સંપાદિકા U134 AllS 8 circleOhealthPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40