Book Title: Dudh Vanaspatijanya
Author(s): Rupa Shah
Publisher: Circle Health

View full book text
Previous | Next

Page 33
________________ ચીઝ અને પનીર કાજનું ચીઝ આ ચીઝ સ્વાદિષ્ટ અને જાડી ચટણી જેવું હોય છે. એટલે આ ચીઝ ને વાપરવાનું સરળ પડે છે. આ ચીઝમાં અલગ અલગ સ્વાદ પણ ઉમેરી શકાય છે જેમ કે મરચું, લસણ, અને કાળા મરી. કાજુના બધા જ સારા પૌષ્ટિક તત્વો આ ચીઝમાં છે અને જો આ ચિઝનો વનસ્પતિજન્ય આહાર સાથે સમજીને ઉપયોગ કરવામાં આવે તો વજન વધવાની શક્યતા નથી રહેતી. સામગ્રી ) કાજુ (૧ કપ) (૬ થી ૮ કલાક પાણીમાં પલાળેલા) > તાજું પાણી (૧ કપ) > લાલ મોટા કેપ્સીકમ , ટુકડા કરીને (૧/૨ કપ) ઝીણા સુધારેલાં લીલાં કાંદા (૨ મોટા ચમચા) તાજી કોથમીર અથવા બેસિલના પાન કે પારસ્લી (૨ મોટા ચમચા) (ઝીણી સમારેલી) વાટેલું લસણ (૧ નાની ચમચી) મીઠું (૧/૨ થી ૧ નાની ચમચી) વાટેલા કાળા મરી (૧/૪ નાની ચમચી) > લીંબુનો રસ (૧ મોટી ચમચી) તૈયાર થશે: ૨ કપ તૈયારી માટે: ૮ કલાક રાંધવા માટે: જરૂર નથી ફ્રીઝમાં રહેશે: પ દિવસ નોંધ બ્રેડ, સેન્ડવીચ, પીઝા, બેન્ડ | ડીશ વગેરેમાં વપરાય. રીત મિક્સરમાં કાજુ અને પાણીને મિક્સ કરો. પહેલા ૩/૪ કપ પાણી જ લો. પછી જોઈએ તો જ વધુ નાખવું. એકદમ લીસી લુગદી બનાવો. એક વાસણમાં લઇ, આખી રાત આ લુગદીને બહાર રહેવા દો. ઢાંકીને રાખવી. હવે આ લુગદીને આથો આવી જશે અને ખાટી વાંસ પણ આવશે. સ્વાદ પણ થોડો ખાટો ' થઇ જશે. UIICT US | આ કાજુનું મૂળ ચીઝ તૈયાર થઇ ગયુ. > બાકીની વસ્તુઓ હવે આ ચીઝમાં નાખી કાજુનું મસાલાવાળું ચીઝ તૈયાર કરો. હવે મસાલાવાળું ચીઝ ખાવા માટે તૈયાર છે. circleOhealth 33

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40