Book Title: Dudh Vanaspatijanya
Author(s): Rupa Shah
Publisher: Circle Health

View full book text
Previous | Next

Page 31
________________ રીત એક લોયું લઇ એમાં નારિયેળ અને બદામનું દૂધ ગેસ સ્ટોવ પર ગરમ કરવા મુકો. એમાં સાકર, ખમણેલું નારિયેળ, પીસ્તા પણ નાખો. ૭ થી ૮ મિનીટ સુધી ઉકાળો. સાથે મોટા ચમચાથી વચ્ચે વચ્ચે હલાવતા રહો. ૧/૪ કપ નવશેકા ગરમ પાણીમાં અગર અગર, કેસર અને એલચીનો ભુક્કો નાખી ઓગાળો. મીઠાઈ (વનસ્પતિજન્ય દૂધમાંથી) નોંધ • અગર અગર સારી જાતનું હોવું જરૂરી છે. • નારિયેળનું દૂધ તાજું હોવું જોઈએ. તૈયાર થશે: ૩ નાની થાળી તૈયારી માટે: ૧૦ મિનીટ રાંધવા માટે: ૨૦ મિનીટ ફ્રીઝમાં રહેશે: ૩ દિવસ ♦ હવે આ મિશ્રણને દૂધમાં નાખો અને સારી રીતે ભેળવો. બીજી ૩ થી ૪ મિનીટ ઉકળવા દો. સાથે સાથે હલાવાતા રહો જેથી કરીને અગર અગરના ગાંઠા ના બને. હવે સ્ટોવ બંધ કરી દો. એક ઊંડી થાળીમાં આ તૈયાર મિશ્રણને ગરમ ગરમ જ પાથરો. f જેમ જેમ આ મિશ્રણ ઠંડુ પડતું જશે તેમ તેમ જાડું થતું જશે. ઠંડુ થાય એટલે ફ્રીઝમાં ૨ થી ૩ કલાક માટે રાખવાથી એકદમ સરસ સેટ થઇ જશે. હવે ચપ્પુ લઇ ટુકડા કરો. ઠંડુ જ પીરસો. Thealth circleOhealth |૩૧

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40