Book Title: Dudh Vanaspatijanya
Author(s): Rupa Shah
Publisher: Circle Health

View full book text
Previous | Next

Page 30
________________ મીઠાઈ (વનસ્પતિજન્ય દૂધમાંથી) પીયુષ (એક મહારાષ્ટ્રિયન પીણું) આ એક જાડું મલાઇદાર ઠંડક આપનારું પીણું છે. દહીં અથવા છાશને શ્રીખંડ સાથે ભેળવીને બનાવાય છે. સામગ્રી ) વનસ્પતિજન્ય દહીંમાંથી બનાવેલો શ્રીખંડ (૧ કપ) > ઠંડી વનસ્પતિજન્ય દહીંની છાશ (૧ ૧/૨ કપ) ઠંડુ બદામનું કાચું દૂધ (૧/૨ કપ) કાચી સાકર અથવા તાડની સાકર (૧/૪ કપ અથવા સ્વાદ પ્રમાણે) એલચીનો ભુક્કો (૨ થી ૩ નાની ચમચી). કેસરના થોડા તાંતણા તૈયાર થશેઃ ૩ વાટકો તૈયારી માટે: ૫ મિનીટ રાંધવા માટે: જરૂર નથી ફ્રીઝમાં રહેશે: ૧ દિવસ રીત સાકર, શ્રીખંડ, છાશ, દૂધ અને એલચીનો ભુક્કો મિક્સરમાં નાખી મિશ્રણ કરી લો. ૨ મિનીટ સુધી મિક્સર ફેરવો. - પીયુષ તૈયાર છે. ઠંડુ પીરસો. health નારિયેળના દૂધની મીઠાઈ આ એક ખુબ સરસ ભારતીય મીઠાઈ છે. જેને મીઠું ખાવાનું બહુ જ મન થતું હોય તેને માટે, જેને નારિયેળનો સ્વાદ ગમે અને અમસ્તુ જ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે આ મીઠાઈ મનને પસંદ કરે તેવી છે. પણ જેને ડાયાબીટીસ છે તેને માટે આ મીઠાઈ નથી. સામગ્રી ) નારિયેળનું દૂધ (૧.૫ કપ) ) સોયાબીનનું અથવા તો બદામનું દૂધ (૧.૫ કપ) - કાચી સાકર (૩/૪ કપ) અથવા કેમિકલ વગરનો ગોળ > અગર અગર પાવડર (૨ નાની ચમચી) અથવા તો ૧ નાનું પાકીટ અગર અગરની સ્ટીક ) એલચીનો ભુક્કો (૧/૪ નાની ચમચી). | ખમણેલું નારિયેળ (૧/૪ કપ) બારીક સમારેલા પીસ્તા (૨૦ નંગ) > કેસરના થોડા તાંતણા 30 circleOhealth

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40