Book Title: Dudh Vanaspatijanya
Author(s): Rupa Shah
Publisher: Circle Health

View full book text
Previous | Next

Page 16
________________ અનાજમાંથી દૂધ નાજમાંથી હવા બહુ જ ઓછા લોકોને ખબર હોય છે કે અનાજમાંથી પણ દૂધ બને છે જે પોષણની દ્રષ્ટીએ પ્રાણીજન્ય દૂધના પર્યાય તરીકે ઉત્તમ હોય છે. અનાજનું દૂધ જવ, ચોખા, ઘઉં, મકાઈ વગેરેમાંથી બનાવવામાં આવે છે. સાચ્ચા શાકાહારીને આ દૂધ માફક આવે છે કેમકે એમાં સેટુરેટેડ ચરબી ઓછી હોય છે. જેને પ્રાણીજન્ય દૂધ ન પચતું હોય તેઓ પણ આ દૂધ લઇ શકે છે. કાચા ચોખાનું દૂધ સાધારણ રીતે આ પ્રકારનું દૂધ હાથછડના ચોખાથી બનાવવામાં આવે છે. જો કે મશીનથી છડેલાં ચોખા પણ વાપરી શકાય કોઈ વાર. હાથછડના ચોખા સ્વાથ્ય માટે વધારે સારા છે. ચોખાના દૂધમાં કાર્બોહાઈડ્રેટ વધુ હોય છે અને પ્રોટીન કે કેલ્શિઅમનું પ્રમાણ ખાસ નથી હોતું. પણ આમાં બિલકુલ કોલેસ્ટેરોલ નથી અને લેક્ટોસ (જે પ્રાણીજન્ય દૂધમાં હોય) નથી. આ દૂધમાં ગ્લટન (જે ઘઉંમાં હોય છે) નથી. આ દૂધ શીંગ અને ચોખાના દૂધનું દહીં બનાવવામાં ઉપયોગી છે. સામગ્રી હાથછડના ચોખા (૧ કપ) > તાજું પાણી (૪ કપ) hele sau alte suple phealth રીત ચોખાને ૨ કપ પાણીમાં આખી રાત કે ૮ કલાક માટે પલાળી રાખો. - સવારે પાણી જવા દઈ ફરીથી એકવાર પાણીમાં હલકા હાથે ધોઈ લો. > હવે ૨ કપ પાણી અને બધાજ ચોખા લઇ મિક્સરમાં મિશ્રણ કરો. ) હવે આ મિશ્રણને એકવાર ગાળી લો.ચોખાનું દૂધ મળશે. બાકીના ચોખાનો ભુક્કો ફરીથી પાણી લઈને મિક્સરમાં એજ રીતે ફેરવો. બાકીનું દૂધ પણ ગાળી લો. ) જરૂરત પ્રમાણે પાણી ઓછું વધારે લઇ શકાય. નોંધ ફ્રીઝમાં 3 દિવસ સુધી આ દૂધને રાખી શકાય. દરેક વખતે એને હલાવી ને ઉપયોગમાં લેવું. આ હજુ કાચું દૂધ છે. બીજી વાનગીઓમાં વાપરવા માટે એને રાંધવાની જરૂરત છે. ૧૬| circle/health

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40