Book Title: Dudh Vanaspatijanya
Author(s): Rupa Shah
Publisher: Circle Health

View full book text
Previous | Next

Page 12
________________ સુકો મેવો અને બીજાતેલીબીયાં)ના દૂધ બદામને દૂધ બદામનું દૂધ બનાવવું ઘણું સહેલું છે અને ઘણું સ્વાદિષ્ટ પણ છે. ઘણી મીઠાઈઓ અને વનસ્પતિજન્ય મિલ્ક શેક બનાવવામાં બદામનું દૂધ વપરાય છે. પાકીટમાં મળતાં બદામના દૂધ કરતા તાજું બનાવેલું બદામનું દૂધ સસ્તું પણ છે અને વધારે સારું છે. સામગ્રી ) બદામ (૧ કપ) (૮ કલાક માટે પલાળેલી) ) તાજું પીવાનું પાણી (૨ થી ૩ કપ) રીત ) પલાળેલી બદામને ચોખ્ખા પાણીથી બરાબર સાફ કરી લેવી. છાલ કાઢવી હોય તો કઢાય. બદામ અને પાણીને મિક્સરમાં નાખીને વધારે ગતિથી બારીક મિશ્રણ કરો. બદામનું દૂધ તૈયાર થઇ જશે. નોંધ • બદામ પલળવાથી એની અંદરના ઉત્સત્યેક અવરોધકો છુટા પડે છે અને બદામ સુપાચ્ય બને છે. જે પાણીમાં બદામ પલાળેલી હોય તે પાણી ફેંકી દેવાનું છે. આ પાણીનો ઉપયોગ દૂધ બનાવવા માટે ન કરશો કેમકે તેમાં ઉત્સત્યેક અવરોધકો હોય છે જેની આપણને જરૂર નથી. એકદમ ઝડપથી દૂધ બનાવવું હોય તો પલાળેલા કાજુાબદામમાંથી પાણી કાઢીને ફ્રીઝમાં રાખી શકાય. લગભગ એક મહિનો સુધી રખાય. જયારે જોઈએ ત્યારે દૂધ બનાવી લેવાય. ગાળવું હોય તો ગળાય. ખુબ બારીક મિશ્રણ કર્યું હશે તો ગાળવાની જરૂરત નથી અને દૂધ ઘણું સરસ બનશે. પાણી દૂધથી છુટું પડી શકે છે, માટે વાપરતી વખતે હલાવીને ઉપયોગમાં લેવું. તૈયાર થશે: ૨ થી ૩ કપ તૈયારી માટે: ૧૦ મિનીટ રાંધવા માટે: જરૂર નથી ફ્રીઝમાં રહેશેઃ ૩ દિવસ Circle | health ઉપયોગ: ઘણી મીઠાઈઓમાં, કઢીમાં, મિલ્ક શેકમાં અને આઈસક્રીમમાં પ્રાણીજન્ય દૂધની જગાએ કરી શકાય. ભારતીય બનાવેલી ચામાં પણ વાપરી શકાય. ફિરની, ગાજરનો હલવો, શીરો વગેરે બનાવતી વખતે પ્રાણીજન્ય દૂધની જગાએ વપરાય. ઠંડાઈ, ગુલાબનું દૂધ, વરિયાળીનું દૂધ વગેરે પણ બનાવાય. ૧૨| circle/health

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40