Book Title: Dudh Vanaspatijanya
Author(s): Rupa Shah
Publisher: Circle Health

View full book text
Previous | Next

Page 10
________________ સુકો મેવો અને બીજ(તેલીબીયાં)ના દૂધ નારિયેળનું દૂધ વાપરીને થોડીક વાનગીઓ સોલ કઢી આ ખુબ જ સ્વાદિષ્ટ પીણું છે જે બનાવવામાં પણ સહેલું છે. મહારાષ્ટ્ર અને ગોઆમાં વધારે પ્રચલિત છે. મરાઠીમાં સોલ ને કોકમ કહેવાય છે. સોલ કઢીને જમતા પહેલાં રૂચી વધારવા પી શકાય, જમવા સાથે પણ પીવાય અને પાચન શક્તિ વધારવા જમ્યા પછી પણ લઈ શકાય. સોલ કઢીને પોચા કોકમ અને નારિયેળના દૂધમાંથી બનાવવામાં આવે છે. નારિયેળમાં ઠંડકનો ગુણ હોવાથી ઉનાળાની ગરમીમાં વધારે ફાયદો કરે છે. આમ તો સ્વાદમાં ખાટુ લાગે છે પણ નારિયેળની મીઠાશ પણ સાથે ભળે છે. સામગ્રી પોચાં કોકમ (૧૦ -૧૨) લીલું મરચું (૧,ઝીણું સમારેલું) લસણની કળી (૩) કોથમીર (૩-૪ મોટી ચમચી,બારીક સમારેલી) વાટેલું જીરું (૧/૨ નાની ચમચી) સિંધાલુ કે દરિયાનું મીઠું (સ્વાદ પ્રમાણે) સુકા વઘાર માટે. આખુ જીરું (૧/૨ નાની ચમચી) મીઠો લીમડો (૫-૬) રીત કોકમને ૧ કપ પાણીમાં આખી રાત અથવા તો ૫-૬ કલાક માટે પલાળી દો. કોકમને હાથેથી પાણીમાં મસળી કાઢો. પાણીને ગાળી લો અને કોકમના કૂચાને જવા દો. પાણીનો રંગ ઘાટો ગુલાબી થયો હશે. દો અને થોડુક મીઠું પણ લી લસણની એક તપેલીમાં નારિયેળનું દૂધ અને કોકમનું પાણી હવે એમાં વાટેલો મસાલો અને વાટેલું જીરું નાખો. હવે મીઠું જરૂરિયાત પ્રમાણે નાખો. સરસ રીતે બધું ભેળવો. એક નાનું લોયું અથવા વાઘરીયું સ્ટોવ પર ગરમ કરો. એમાં આખું જીરું અને મીઠાં લીમડાના પાન નાખો. બંનેને સુક્કા શેકી લો. ♦ સ્ટોવ બંધ કરી લ્યો. હવે આ સુક્કો વઘાર સોલ કઢીમાં નાખો. તાજી બારીક સમારેલી કોથમીર ઉપર ભભરાવો. સોલ કઢીને ઠંડી પણ પીરસી શકાય અને રૂમના તાપમાને પણ લેવાય. બંને રીતે સ્વાદ સારો લાગે છે. ૧૦ circleOhealth તૈયાર થશે: ૨ કપ તૈયારી માટે: ૩૦ મિનીટ રાંધવા માટે: ૫ મિનીટ ફ્રીઝમાં રહેશે: ૧૨ કલાક

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40