Book Title: Dudh Vanaspatijanya
Author(s): Rupa Shah
Publisher: Circle Health

View full book text
Previous | Next

Page 11
________________ સુકો મેવો અને બીજ(તેલીબીયાં)ના દૂધ નારિયેળના દૂધની કોફી (કોફી પ્રેમીઓ માટે): ઉકળતા મુંબઈના તાપમાં, મિત્રો સાથે અને કુટુંબીજનોની સાથે ઘરે સમય વિતાવતી વખતે કોફી પ્રેમીઓને માટે આ ઠંડી કોફીની વાનગી ઘણી જ રોચક રહેશે. સામગ્રી: નારિયેળનું દૂધ (૧ કપ,જાડું) કોફીનો ભુક્કો (૨ મોટી ચમચી) કાકવી, ગોળનું પાણી કે કાચ્ચી સાકાર (સ્વાદ પ્રમાણે) રીત: બધી જ સામગ્રી મિક્સરમાં નાખી ખુબ સુવાળું થાય ત્યાં સુધી મિશ્રણ કરો. સ્વાદ પ્રમાણે કોફી વધારે નાખી શકાય છે. ફળનો (દૂધવાળો) મિલ્કશેક નારિયેળના દૂધથી ખુબ સરસ મિલ્કશેક બને છે જે બનાવવા બહુ જ સહેલા છે. નારિયેળના દૂધમાં મિલ્કશેક જરૂરથી બનાવીને ચાખશો. પરંપરાગત મિલ્કશેકને સરળતાથી આ સ્વાદપૂર્ણ અને સ્વાસ્થ્ય પૂર્ણ વિકલ્પથી બદલી શકશો. ઝડપથી બને તેવા મિલ્કશેક ના સુજાવ: (ગળપણ નાખવાની જરૂર નથી) તૈયાર થશે: ૧ કપ તૈયારી માટે: ૫ મિનીટ રાંધવા માટે: નથી જરૂર ફ્રીઝમાં રહેશે: ૧૨ કલાક ૧ કેળું અને ૧/૨ કપ નારિયેળનું દૂધ. મિક્સરમાં મિશ્રણ કરી દો. ૫ સ્ટ્રોબેરી અને ૧/૨ કપ નારિયેળનું દૂધ. ૩ મોટી ચમચી ગુલાબ જળ અને ૧/૨ કપ નારિયેળનું દૂધ. and ભ ૪ મોટી ચમચી ચીકુની લુગદી અને ૧/૨ કપ નારિયેળનું દૂધ ૪ મોટી ચમચી કેરીના ટુકડા અને ૧/૨ કપ નારિયેળનું દૂધ. ૪ મોટી ચમચી પપૈયા ના ટુકડા અને ૧/૨ કપ નારિયેળનું દૂધ. ૧/૨ કપ અનાનસનો રસ અને ૧/૨ કપ નારિયેળનું દૂધ. ૧ મોટી ચમચી કોકો પાવડર,૧/૨ કપ નારિયેળનું દૂધ અને ૨ મોટી ચમચી કાચી સાકર. બીજી નારિયેળના દૂધની સ્વાદિષ્ટ વાનગીઓ: થાય કરી નારિયેળનો ભાત નારિયેળની કઢી બ્રોકોલીનું સૂપ (સૂપમાં નારિયેળનું દૂધ નાખવું) ફળનો સલાડ નારિયેળના દૂધમાં દૂધ. circleOhealth | ૧૧

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40