________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૩) “મંગલમ્ ભગવાન વીરો, મંગલમ્ ગૌતમો ગણી! મંગલમ્ કુંદકુંદાર્યો, જૈનધર્મોસ્તુ મંગલમ્ !!”
ઉપકૃતતા સ્વભાવથી સ્વભાવને સાધનારા;
સ્વભાવથી સ્વભાવને પ્રકાશ નારા; સ્વભાવ દ્વારા સ્વભાવના મેઘ વરસાવનારા ઉત્કૃષ્ટ સાધક “પૂ.ભાઈશ્રી” લાલચંદભાઈ પ્રત્યે ઉપકૃતતા.
(૧) અખંડિત પ્રવાહમાન સ્વભાવધારા
શ્રી આદ્ય સ્તુતિકારથી ચરમ તીર્થકર દ્વારા, તેમજ વિદેહીનાથની દિવ્યધ્વનિમાંથી પ્રફુટિત નિર્મલ સ્વભાવધારા અક્ષણ વહેતી; ભાવલિંગી સંતો દ્વારા અવિચ્છિન્ન પ્રવાહિત તે મંગલધારા; જ્ઞાની ધર્માત્માઓ દ્વારા અનવરતપણે નિર્ઝરતી; જૈનદર્શનની ગરિમાને ગજાવતી; નયજ્ઞાન અર્થાત અજ્ઞાનનું પ્રક્ષાલન કરતી અને સ્વભાવનું સ્થાપન કરતી આજે પણ આપણને ઉપલભ્યભાન છે.
ભરતક્ષેત્રના ભવ્યજીવોની જ્યાં આસન્નભવ્યતા ઊર્ધ્વ થઈ ત્યાં મધુમય દ્રવ્યસ્વભાવ અને પર્યાય સ્વભાવ” પ્રકાશિત થયો. આત્માર્થીજીવોને પૂ. ભાઈશ્રીની આ મૌલિક ભેટ છે. આપશ્રીના ચંદ્રવદનથી ઝરેલું જ્ઞાન ચંદ્રિકામય અમૃતકોષ એટલે “સ્વભાવથી સ્વભાવને જાણ, કોઈ નયથી નહીં.” આ વચનની પરાકાષ્ઠા છે. તેમજ દેશનાનું અંતિમ ચરણ છે. આના પછી ખરેખર કોઈ વચન હોતું જ નથી. અલ........... અલમ્..... અલમ્.
નિરપેક્ષ વસ્તુ સ્વભાવને નિશ્ચયનય-વ્યવહારનયથી જોવું તે જ વિષમભાવ છે. અને સ્વભાવથી સ્વભાવને વિચારવું, દેખવું તે જ મધ્યસ્થભાવ છે. સ્વભાવથી સ્વભાવને જાણતાં એ ફાયદો થયો કે વિધિ-નિષેધના કલેશમય વિકલ્પો વિરામ પામ્યા.
હે! પૂ. ભાઈશ્રી ! આપે સ્વાંગ વિહીન, નયવર્જિત, ગુંજતો સ્વભાવ દર્શાવી; બાર અંગ અને ચૌદ પૂર્વનો સાર આપ્યો છે. અને પહેલી ઉક્તિની યાદ અપાવી છે કેઃ ગાગરમાં સાગર.” આ પંકિતને આપશ્રીએ અણમોલપણે ચરિતાર્થ કરી છે.
અતુલ ચૈતન્યની ઊંડાઈમાં સ્પર્ધાયેલી આપશ્રીની પ્રજ્ઞાએ, સ્વભાવનું અવગાહન કરી, લોકોત્તર તત્ત્વનાં સૂક્ષ્મ રહસ્યોનું મંથન કરી, અને જે “દ્રવ્યસ્વભાવ-પર્યાયસ્વભાવ' તેની જે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com