________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૫૧
વેદકષાયોના ઉદયથી એ અબ્રહ્મચારી થાય છે. આત્મા એ દોષનો કર્તા નથી. પણ એમ નથી. વિશેષ અપેક્ષાએ સ્વભાવને ભૂલીને અજ્ઞાનીજીવ પર્યાયનો વ્યવહારનયે કર્તા છે એમ સંમત કરવું જોઈએ. એમને એમ અદ્ધરથી ચાલે નહીં ભાઈ ! એકલા એકનયના પક્ષમાં તો ભાઈ એકાંત થઈ જશે.
એટલે નયોનો પ્રયોગ પણ એવી રીતે કરવો જોઈએ કે સ્વભાવનું ગળું કપાય નહીં, નહીં તો ગળું કપાઈ જાય. ચક્ર છે ને? આ તો પોતે સમજે તો સમજાય એવું છે. સમજાવવાથી સમજે એવું પણ નથી આ. એણે બે નયનો સ્વીકાર કરી લીધો છે. બે નયના વિચારમાં, વિકલ્પમાં, અટક્યો છે, એ વિકલ્પ છોડી દે તો તને પ્રત્યક્ષ અનુભવ થાય તેની આ એક વિશેષ વાત છે.
નયોને સ્થાપીને પછી નયોના વિકલ્પને ઉથાપવાની વાત છે. નયોને સ્થાપીને પછી નયોના વિકલ્પને છોડવાની આ વાત ચાલે છે. પહેલેથી નયને ઉડાડી દે તો તો એ અજૈન છે. અને..... નયોમાં અટકે તોપણ ખરેખર તો અજૈન છે. નયના વિકલ્પ એનું કર્મ થઈ ગયું; ને આત્મા એનો કર્તા થઈ ગયો. એટલે આ છે ને કાચો પારો છે. એને કેળવીને ખાય તો અમૃત છે. શાસ્ત્રમાં એમ આવે છે કે વૈદ છે ને એ વિષને ખાય તો પણ મરતો નથી. પણ એ તો એનું મારણ કરીને ખાય છે, પ્રયોગથી તેને જોઈને બીજા વિષ ગળવા માંડે તો મરી જાય. આ વૈદ તો ખાય છે તો હું પણ ખાઈ જાઉં; તો મરી જઈશ. “ધાર તલવારની દોહ્યલી સોહ્યલી જિનવરતણી ”. એમ સંભાળી સંભાળીને કામ કરવા જેવું છે.
સાંભળ! નિશ્ચયનયે આત્મા અકારક, અવેઠક નથી. સ્વભાવથી જ અકારક, અવેઠક છે. અકર્તાપણું અને અભોક્તાપણું તેનો ત્રિકાળ સ્વભાવ જ છે. બંધનોય કર્તા નથી અને મોક્ષનોય કર્તા નથી. દુ:ખનો ભોક્તા નથી અને આનંદનોય ભોક્તા નથી. અતીન્દ્રિય આનંદનો હોં! એનો ભોક્તા નથી. આનંદનોય ભોક્તા નથી. આત્માના આનંદ માટે તો અમે આ પ્રયત્ન કરીએ છીએ. જો આત્મા આનંદનો ભોક્તા ન હોય તો પછી આ માથાકૂટ કરવી શું કામ ? દુઃખનો ભોક્તા નથી ત્યાં સુધી તો બરોબર છે. કેમ કે દુઃખ અમારે જોતું નથી. એનો તો સ્વીકાર કરે પણ દુ:ખના અભાવપૂર્વક આનંદ આવે, અતીન્દ્રિય આનંદ હોં! એનો આત્મા ભોક્તા નથી ? ‘ ના ’.
એવો પ્રશ્ન થાય, ત્યારે કોણ કરે છે ને કોણ ભોગવે છે? પર્યાય કરે છે ને પર્યાય ભોગવે છે. અજ્ઞાન દશામાં પર્યાય રાગને કરે છે, આત્મા નહીં હીં; પર્યાય રાગને કરે છે અને પર્યાય દુઃખને ભોગવે છે. કોણ ભોગવે છે? ‘ આત્મા ! કરે તે ભોગવે? ના.' પર્યાય કરે ને પર્યાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com