Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 276
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates “નયાનામ પરમાત્માનામ્ અધિકારા અયોગ્યતા.” નો પરમાત્માના સ્વરૂપને જાણવાને અધિકારી નથી. નયોમાં પરમાત્માના સ્વરૂપને જાણવાની ક્ષમતા નથી. તેમજ નય બાહ્ય વસ્તુને પ્રકાશે છે. (પરમઅધ્યાત્મ તરંગિણી કળશ નં. ૯/માંથી) આત્મામાં અનેક શક્તિઓ છે. અને એક એક શક્તિનો ગ્રાહક એક એક નન્ય છે; માટે જો નયોની એકાંત દષ્ટિથી જોવામાં આવે તો આત્માના ખંડ/ખંડ થઈને તેનો નાશ થઈ જાય. આમ હોવાથી સ્યાદ્વાદી, નયોનો વિરોધ મટાડીને ચૈતન્યમાત્ર વસ્તુને અનેક શક્તિ સમૂહુરૂપ, સામાન્ય વિશેષરૂપ, સર્વશક્તિમય એક જ્ઞાનમાત્ર અનુભવે છે. (શ્રી સમયસારજી કળશ નં. ૨૭)નો ભાવાર્થ.) જ્ઞાનનાવિકલ્પનું નામ નય છે, તથા એ વિકલ્પ પણ પરમાર્થભૂત નથી. કારણ કે એ જ્ઞાનવિકલ્પરૂપ નય શુધ્ધજ્ઞાન ગુણ તથા શેય પણ નથી, પરંતુ રોયના સંબંધથી થવાવાળા જ્ઞાનના વિકલ્પનું નામ નય છે. (પંચાધ્યાયી ભાગ-૧લો ગાથા 576 નો અન્વયાર્થ) ભવના કરનારા એવા આ વિકલ્પ કથનોથી બસ થાઓ, બસ થાઓ. જે અખંડાનંદ સ્વરૂપ છે તે (આ આત્મા) સમસ્ત ન રાશિનો અવિષય છે. માટે આ કોઈ ( અવર્ણનીય) આત્મા દૈત કે અંતરૂપ નથી. (અર્થાત્ દૈત-અદ્વૈતના વિકલ્પોથી પર છે.) તેને એકને હું અલ્પકાળમાં ભવભયનો નાશ કરવા માટે સતત વંદું છું. (નિયમસાર કળશન-૨૦૮.) નય આત્માને સમજવા અર્થે કહ્યા છે; પણ જીવ તો નયવાદમાં ગૂંચવાઈ જાય છે. આત્મા સમજવા જતાં, નયમાં ગૂંચવાઈ જવાથી તે પ્રયોગ અવળો પડ્યો. (આત્મધર્મ-અંકત્રીજો, વર્ષ-૩જું નં. 27 પેજ નં-૬૩) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 274 275 276