Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 271
________________ Version 001: remember fo check htfp://www.AfmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૭૭ વસ્તુનું સ્વરૂપ વિચારવાનું સાધન છે. એટલે એ નયોના વિચારો જે છે એ તો શુભભાવ છે. અને એમાં નિશ્ચયનયનો (વિક્લ્પ ) વિચાર ઉત્કૃષ્ટ શુભભાવ છે. પણ તે બંધનું કારણ છે. હવે અહીંયા એમ કહે છે કે નયથી અનુભવ-સમ્યગ્દર્શન ન થાય. એટલે નયોના વિકલ્પથી આત્માના દર્શન-અનુભવ ન થાય, ત્યાં નયથી એટલે વિકલ્પથી ચારિત્ર તો ક્ય ાંથી આવે ? છઠ્ઠું સાતમું ન આવે તો યથાખ્યાત તો ક્યાંથી આવે ? નયથી સમ્યગ્દર્શન ન થાય તો કેવળજ્ઞાન તો ક્યાંથી આવે ? તેથી જ્ઞાનીઓ ઠરી જાય છે. નયોના વિકલ્પને છોડીને આત્મામાં લીન થઈ જાય છે. હવે કોઈકને જ સમજાવવાનો કે લખવાનો વિકલ્પ ઊઠે છે. ઘણા સાધકો થયા એમાં કોઈક સાધકને, મુનિરાજને, અથવા તો પંચમ ગુણસ્થાનવાળા, ચોથા ગુણસ્થાનવાળા, કોઈકને જ સમજાવવાનો કે લખવાનો વિકલ્પ ઉઠે છે. જેમકે ટોડરમલજી સાહેબ, બનારસીદાસ, ચિવિલાસનાં કર્તા પંડિત દીપચંદજી સાહેબ વિગેરે-વિગેરે ગૃહસ્થો થઈ ગયા, એમને લખવાનો વિકલ્પ આવ્યો. બાકી બધાને લખવાનો વિકલ્પ આવે એવું કાંઈ નહીં અને બધાને એ પ્રકારનો ક્ષયોપશમભાવ પણ ન હોય, અને બધાને એ પ્રકારનો ઉદયભાવ પણ ન હોય. એ તો પોતે પોતાનું કરીને ચાલ્યા જાય. કોઈકને જ સમજાવવાનો કે લખવાનો વિકલ્પ ઊઠે છે. પૂજ્યપાદ સ્વામીએ તો ત્યાં સુધી કહ્યું છે કે “બીજાને સમજાવવું એ પાગલપણું છે.” અને “જ્ઞાની પાસે સાંભળવું એ પણ પાગલપણું છે.” સાંભળવું અને સંભળાવવું બેય પાગલપણું છે. છે ને ? લ્યો એ જ પારો આવે છે. તેથી જ્ઞાનીઓ સ્વરૂપમાં ઠરી જાય છે. કોઈકને જ સમજાવવાનો કે લખવાનો વિકલ્પ ઊઠે છે. સમર્થ આચાર્યોને પણ સમજાવવા માટે નયનો પ્રયોગ કરવો પડે છે. બીજાને સમજાવવું હોય તો નય દ્વારા સમજાવી શકાય છે. વ્યવહા૨ ૫૨માર્થનો પ્રતિપાદક છે. એટલે નયજ્ઞાન દ્વારા પરમાર્થનું સ્વરૂપ સમજાવવામાં આવે છે–સમજાવી શકાય છે. નયથી સમજાવવું એ વ્યવહાર છે. જે એમને પણ ખટકે છે. આચાર્ય ભગવંતોને પણ બીજાને સમજાવવાનો વિકલ્પ ઊઠે છે એ પણ ખટકે છે. પણ એટલું એ જાણે છે કે આ થવા યોગ્ય થાય છે. હું એનો કરનાર નથી. અને હું એનો જાણનાર નથી. એને જાણના૨ જ્ઞાન જુદું અને મને જાણનાર જ્ઞાન જુદું છે. તેથી એને કાંઈ દોષ લાગતો નથી. ભેદજ્ઞાન વર્તે છે ને? એમને પણ ખટકે છે. ચારિત્રનો દોષ છે એ જાણે છે. તેને શ્રદ્ધાનો દોષ લાગતો નથી. કેમકે નયથી સ્વભાવ પ્રસિદ્ધ જ થતો નથી. એટલે પ્રત્યક્ષ અનુભવમાં આવતો નથી. પરંતુ જ્ઞાનથી સ્વભાવ પ્રસિદ્ધ થાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276