Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 269
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૭૫ એવો કાળ આવી ગયો છે! અત્યારે અન્યમતિમાં પણ જાતિસ્મરણ થાય છે. આજથી દસ વર્ષ પહેલાં અમેરિકામાં એક રીપોર્ટ આવ્યો. અત્યારે એના દફ્તર ઉપર એક હજાર કેસની રિસર્ચ કરી. કર્તા કર્મ સંબંધ ન માને તો કાંઈ નહીં; પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે કે નહીં ? અરે ! કાંઈ નહીં. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ઉડાડો તો કાંઈ નહીં. જ્ઞાતા જ્ઞેયનો સંબંધ અનિવાર્ય છે. એ છૂટશે નહીં એ અનિવાર્ય છે. કેઃ આત્મા જ્ઞાતા અને આત્મા જ્ઞેય અનિવાર્ય છે. એ છૂટવાનો નથી. આહાહા! અનાદિની દૃષ્ટિ બહાર રખડે છે તેને પર જ દેખાય છે સ્વ દેખાતું નથી. હરિશનભાઈ ! હરિકશનભાઈને કાપડ જ દેખાય છે, જાણનાર દેખાતો નથી. હવે દેખાય એવું છે હોં! હવે દેખાય એવું છે. થઈ. ૫૨નું જાણવું સ્વભાવમાં જ નથી. આ વાત સેટીકાની ગાથા લખે છે હોં! આ એની વાત ચાલે છે. “જ્ઞાયક નથી ત્યમ ૫૨ તણો.” જેમ ખડી ભીંતની નથી, એનો સ્વસ્વામીસંબંધ ભીંતની હારે નથી. એમ જ્ઞાનનો જ્ઞાતા-Âય સંબંધ; ૫૨ શેય મારું એવો સ્વ સ્વામી સંબંધ ૫૨ની હારે કાંઈ છે નહીં. હું જ જ્ઞાતા અને હું જ શેય એટલો ભેદ પણ નીકળતાં અનુભવ થાય છે. નયાતીતમાં જેમ અનુભવ આવે છે... થઈ ગયો ટાઈમ લ્યો. દસ મિનિટ વધારે શ્રુતજ્ઞાન પોતાના વિષયભૂત સમસ્ત ક્ષેત્ર-કાળવર્તી પદાર્થને પરોક્ષપણે ગ્રહણ કરે છે, તેથી તેમાં જ નય પડે છે. શ્રુતજ્ઞાનમાં પણ જેટલું સ્વસંવેદન પ્રત્યક્ષ થઈ ગયું છે તેટલું તો પ્રમાણ જ છે ને જેટલું પરોક્ષ ૨હ્યું છે તેમાં નય પડે છે. શ્રુતજ્ઞાન સર્વથા પરોક્ષ જ નથી. સ્વસંવેદનમાં તે અંશે પ્રત્યક્ષ છે; એવા સ્વ સંવેદન પૂર્વક જ સાચા નયો હોય છે. શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનની જેમ સકલ પદાર્થોને ભલે ન જાણે, પણ પોતાના વિષયને યોગ્ય પદાર્થને સકળ ક્ષેત્ર સહિત પૂરો ગ્રહણ કરે છે ને તેમાં એકદેશરૂપ નય હોય છે. (આત્મધર્મ અંક ૯૭ કારતક ૨૪૭૮, પૃષ્ઠ ૧૮ ) * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276