Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 252
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૫૮ નથી. દ્રવ્યનિક્ષેપ, ભાવનિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, નય નિક્ષેપ, એ ચાર નિક્ષેપ કહેવાય છે. અમૃતચંદ્ર આચાર્ય ભગવાન કહે છે કે અમે અમારા સ્વરૂપમાં લીન થઈએ છીએ ત્યારે આને વ્યવહાર નય કહેવાય, અને આને નિશ્ચયનય કહેવાય, આને પ્રમાણ કહેવાય, અને આને નિક્ષેપ કહેવાય તે જાણતા નથી. આહાહા ! કારણકે છે જ નહીં. હોય તો જ્ઞાનનું જ્ઞય વ્યવહારે કહેવાય; પણ એ છે જ નહીં. અનુભવના કાળમાં ત્યારે કોઈ વિકલ્પ હોતો નથી. નિક્ષેપ છે કે નથી તે અમે જાણતા નથી. આથી અધિક શું કહીએ! ટ્વેત જ પ્રતિભાસિત થતું નથી આ અનુભૂતિ અને આ આનંદની પર્યાય; ને આ આનંદની પર્યાય ને આ અનુભૂતિ એવું બેપણું આત્મામાં ભાસતું નથી. અભેદ જ્ઞયમાં બેપણું નથી. અભેદ ધ્યેયમાં પણ બેપણું નથી. અભેદધ્યેયમાં બેપણું નથી; અને અભેદ જ્ઞય થાય એમાં પણ બેપણું નથી. ઈ શું ભલા? કે અભેદ ધ્યેય છે એમાં જ્ઞાન, દર્શન, ચારિત્રના ગુણભેદ એમાં નથી. દષ્ટિના વિષયમાં ધ્યેયમાં ગુણભેદ નથી. પર્યાયનો તો એમાં અભાવ છે પણ ગુણોનો તો એમાં સભાવ છે. પણ ગુણભેદનો અભાવ છે. એ જ કહે છે કે જેનું અવલંબન લેતાં નિર્વિકલ્પ ધ્યાન જે આવે છે એ ધ્યેય અભેદ છે. એ અભેદમાં ગુણભેદ દેખાતા નથી. અને અભેદ ઉપર દષ્ટિ કરતાં નિર્વિકલ્પ ધ્યાનમાં નિશ્ચય રત્નત્રયનાં પરિણામ પ્રગટ થાય છે, વીતરાગી પરિણામ એ પણ અભેદ થઈને શેય થાય છે. એ યમાં વૈત ભાસતું નથી. બેપણું ભાસતું નથી. ધ્યેયમાં ગુણભેદ દેખાતો નથી. અને સ્વય થયું; એમાં પર્યાયનો ભેદ દેખાતો નથી અને છતાં ગુણો પણ છે, અને પર્યાયો પણ છે. શું કહ્યું? એ ગુણોને ઉડાડી દીધા? “ના”. પર્યાયને ઉડાડી? ના” . શું વાત કરો છો? આ અમારા મગજમાં કાંઈ આવતું નથી. કેમકે મગજમાં કચરો ભર્યો હોય તો ક્યાંથી આવે ?? તને તો આ કુટુંબ મારું, આ લક્ષ્મી મારી, મોટર મારી, આહાહા! બેંક બેલેન્સ મારું કારખાનું મારું, મારું મારું, મારું, તે મરે છે. હવે મરવા જેવું નથી. કારખાનાના માલિક કોણ છે? પુદ્ગલ છે, તું નથી ભાઈ ! એ ધીરુભાઈ નથી અને અરવિંદભાઈ પણ નથી. ઘણાં વર્ષ પહેલાની વાત કરું છું હોં! ઘણાં વર્ષ પહેલાની. ઘણાં વર્ષો થઈ ગયા. સીતેર (૭૦) વર્ષ થઈ ગયા. સ્થાનકવાસી, શ્વેતાંબર, એના પર્યુષણમાં આઠ દિવસ દુકાન બંધ કરી દે. દુકાનને તાળું. બીજા ઘરાક પણ કહે કે વાણિયાના પરબ (પર્વ) ચાલે છે. હવે આઠ દિવસ કંઈ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276