________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૪૨
(૧૧) તદ્દગુણ સંવિજ્ઞાન તે નયનું લક્ષણ હોવાથી ગુણ-ગુણીમાં ભેદની કલ્પના કરવી તેનું નામ નય છે.
(૧૨) પૂરા પદાર્થના જ્ઞાનપૂર્વક તેમાં ભાગ પાડીને જાણે તેને નય કહે છે. (૧૩) ખરેખર તો સાધકને સવિકલ્પ દશામાં મનના વ્યાપારમાં અર્થાત્ સમ્યક્ ઈન્દ્રિયજ્ઞાનમાં નય ઉઠે છે.
(૧૪) સામાન્ય વિકલ્પની અપેક્ષાએ સંપૂર્ણ નયો એક હોવા છતાં વિકલ્પના દ્વિવિધપણાથી નયો બે પ્રકારનાં છે, જે સમયે વિકલ્પ વિવિક્ષિત થાય છે તે જ સમયે નયપક્ષ ઉદયને પ્રાપ્ત થાય છે. આમ જેટલા વિકલ્પ સહિતના વચન વિલાસ છે તેટલા નયવાદ છે.
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સમસ્ત નયજ્ઞાન વિકલ્પરૂપ છે. અને વિકલ્પમાત્ર દોષરૂપ છે. તેથી તેને ખંડખંડજ્ઞાન હો, રાગ-મિશ્રિત જ્ઞાન કહો, પરોક્ષજ્ઞાન કહો, ઈન્દ્રિયજ્ઞાન કહો, બુદ્ધિ-મન કહો, અજ્ઞાન ચેતના અથવા કર્મચેતના કહો, કર્મધારા કહો, શેય કહો, વિકલ્પ કહો તે બધું એકાર્થ છે.
આવે છે ને કેઃ
(૧૫ ) “ બુદ્ધિ, મતિ, વ્યવસાય, અધ્યવસાન, વળી વિજ્ઞાનને પરિણામ, ચિત્ત ને ભાવ-શબ્દો સર્વ આ એકાર્થ છે.” (૩)નયજ્ઞાન કોને કોને હોય છે?
બર્હિઆત્મદશામાં અર્થાત્ અજ્ઞાનમાં નય નથી. પૂર્ણજ્ઞાન એટલે ૫૨માત્મદશામાં નય નથી. સાધકને નિર્વિકલ્પ ધ્યાનના કાળે વિકલ્પરૂપ નય નથી. માત્ર સવિકલ્પદશાના કાળે વસ્તુના મુખ્ય-ગૌણપણાની અપેક્ષાએ તેને જ નય હોય છે. સાધક ભલે નયોથી નિવૃત નથી થયો પણ નયો પ્રત્યેના ઉત્સાહથી જરૂર નિવૃત્ત થયો છે. નયોથી તે ઉદાસીન છે. નયોનો માત્ર જ્ઞાતા છે.
(૪) નયોનો સહારો શા માટે ?
નય એ જૈનદર્શનમાં પ્રવેશવાનું દ્વાર છે. નિરપેક્ષ વસ્તુ સ્વભાવને અપેક્ષાઓ દ્વારા જણાવી
૧. -સિદ્ધાંત પ્રવેશિકા ૨. કળશટીકા
૩. કળશટીકા
૪. પ્રવચનસાર
૫. પંચાધ્યાય
૮. સ. સાર
૯. પંચાધ્યાય
૧૦. (નિ. સાર ) પંચાધ્યાય
૧૧. પંચાધ્યાય ૧૨-જ્ઞાનગોષ્ઠી
૧૪. પંચાધ્યાય
૧૫. સમયસાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com