________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૫૮ નથી એવો બીજો નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી (વસ્તુ સ્વરૂપનો જાણનાર) પક્ષપાતરહિત છે તેને નિરંતર ચિસ્વરૂપ જીવ, ચિસ્વરૂપ જ છે (અર્થાત્ તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે.)
ભાવાર્થ: આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહારનયને ગૌણ કરીને અને શુદ્ધનયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. ચૈતન્યના પરિણામ, પરનિમિત્તથી અનેક થાય છે તે સર્વને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે, અને જીવને શુદ્ધ ચૈતન્ય માત્ર કહ્યો છે. એ રીતે જીવ પદાર્થને શુદ્ધ, નિત્ય અભેદ ચૈતન્યમાત્ર સ્થાપીને હવે કહે છે કે આ શુદ્ધનયનો પણ પક્ષપાત (વિકલ્પ) કરશે, તે પણ તે શુદ્ધસ્વરૂપના સ્વાદને નહીં પામે.
અશુદ્ધનયની તો વાત જ શી ? પણ જો કોઈ શુદ્ધનયનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહીં મટે તેથી વીતરાગતા નહીં થાય. પક્ષપાતને છોડી ચિન્માત્ર સ્વરૂપ વિષે લીન થયે જ સમયસારને પમાય છે. માટે શુદ્ધનયને જાણીને, તેનો પણ પક્ષપાત છોડી શુદ્ધસ્વરૂપનો અનુભવ કરી, સ્વરૂપ વિષે પ્રવૃત્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરી, વીતરાગ દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે.
આ જ ભાવ સમયસાર કળશટીકા, કળશ-૯૩માં પણ પાંડ રાજમલજીએ દર્શાવ્યો છે.
“જેટલા નય છે તેટલા શ્રુતજ્ઞાનરૂપ છે; શ્રુતજ્ઞાન પરોક્ષ છે; અનુભવ પ્રત્યક્ષ છે; તેથી શ્રુતજ્ઞાન વિના જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ અનુભવે છે. તેથી પ્રત્યક્ષપણે અનુભવતો થકો જે કોઈ શુદ્ધ સ્વરૂપ આત્મા તે જ જ્ઞાનપૂંજ વસ્તુ છે, એમ કહેવાય છે.”
પૂ. ભાઈશ્રીએ પરમ કણા કરી ફરમાવ્યું કે, “હે ભવ્યો! અમારો આશય તો, બધા નયાતીત થાઓ, પરમાનંદને પામો એટલો છે. તેથી સ્વભાવપ્રાપ્તિની રીત નયોથી જુદી છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ આ રહસ્ય પત્ર નં. ૧૮૦ વર્ષ ૨૪મું, ૨૦૮, મુંબઈ મહા વદ-૩૮ ૧૯૪૭-માં દર્શાવ્યું છે.
“અનંત નય છે, એકેક પદાર્થ અનંતગુણથી અને અનંત ધર્મથી યુક્ત છે. એકેક ગુણ અને એકેક ધર્મ પ્રત્યે અનંત નય પરિણમે છે; માટે એ વાટે પદાર્થનો નિર્ણય કરવા માગીએ તો થાય નહીં એની વાટ કોઈ બીજી હોવી જોઈએ. ઘણું કરીને આ વાતને જ્ઞાની પુરુષો જ જાણે છે; અને તેઓ તે નાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે; જેથી કોઈ નયનું એકાંત ખંડન થતું નથી, અથવા કોઈ નયનું એકાંત મંડન થતું નથી, જેટલી જેની યોગ્યતા છે, તેટલી તે નયની સત્તા જ્ઞાની પુરુષોને સંમત હોય છે. માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવા મનુષ્યો “નય” નો આગ્રહ કરે છે, અને તેથી વિષમફળની પ્રાપ્તિ હોય છે, કોઈ નય જ્યાં દુભાતો નથી એવા જ્ઞાનીના વચનને અમે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com