________________
ધ્યાન અને કાયોત્સર્ગ • રૂપસ્થ ધ્યાન
મ
નથી. અને ત્યારે ગોપી પ્રભુને ફરિયાદ કરે છે તમે આવો ઘડો કેમ આપ્યો, જે ઘડાને પણ તમારા વિના કોઈ સાથે સંબંધ નથી.
એક ઑડિટોરિયમમાં એક વાર લક્ષ્મીશંકર આ ગીતને ગાતા હતા અને સભાવૃન્દમાં બેઠેલા ઉમાશંકર જોષી અને સુન્દરમ્ એને સાંભળતા હતા.
જ્યારે લક્ષ્મીશંકર ઘુંટતા હતા “હમરો ઘટ ન ભરાઈ, ઐસો ઘટ ક્યોં તુમને દિયો?’, ત્યારે સુન્દરમે ઉમાશંકરને પૂછ્યું: જો આ ઘડો (અસ્તિત્વ) ભરાવાનો જ નહોતો, તો સર્જનહારે કેમ આપ્યો ?
ઉમાશંકરે કહ્યું : ઘડો ભરાય તો ડૂબી જાય ને ! સુન્દરમ્ કહે પણ ઘડો ભરાય નહિ, ડૂબે નહિ તો એનું સાર્થક્ય શું?
ડૂબવું છે પ્રભુમાં. ડૂબવું છે પોતામાં. .
ધ્યાનમાં સ્પર્શ થાય આત્મગુણવૈભવનો. પૂજ્યપાદ ચિદાનન્દજી મહારાજે “સ્વરોદય જ્ઞાન'માં રૂપસ્થ વગેરે ચાર ધ્યાનોની મોહક પ્રસ્તુતિ આપી છે. અનુભૂતિવાનું સદ્ગુરુ જ વાસ્તવદર્શી ચિત્ર - ભીતરની દુનિયાનુંરજૂ કરી શકે ને !
ધ્યાન ચાર ભગવંત બતાવે, તે મેરે મન અધિકે ભાવે; રૂપસ્થ પદસ્થ પિંડ કહીએ, રૂપાતીત સાધ શિવ લીજે.” ૯૨/
કેવી વિનમ્ર આ અભિવ્યક્તિ ! પ્રભુએ આ ચાર ધ્યાન બતાવ્યાં છે અને એથી મને તે બહુ જ ગમ્યા છે. “મધુરાધિપતેરખિલં મધુરમ. માધુર્યના અધિપતિ પરમાત્માનું બધું મધુરું જ હોય ને !
૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org