Book Title: Dhyan ane Kayotsarg
Author(s): Yashovijaysuri
Publisher: Kalandri Jain Sangh

View full book text
Previous | Next

Page 222
________________ ધ્યાન અને કાયોત્સર્ગ : “તસ્સ ઉત્તરી0’ સૂત્રની પાંચ પ્રક્રિયાઓ જ્ઞાનાચારાદિ આચારો પણ ધ્યાનરૂપ છે. જ્ઞાનાચારમાં સાધક સૂત્રપોરિસીમાં ગોખે. અર્થપોરિસીમાં અર્થનુપ્રેક્ષા કરે. અને એકાદ વિષયનું ઊંડાણથી અનુપ્રેક્ષણ કરતાં એ ધ્યાનમાં સરી પડે. સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં પૂજ્ય પદ્ધવિજયજી મહારાજના ટબામાં એક સરસ પ્રસંગ આવે છે. મુનિરાજ અર્થપોરિસીને ટાણે અર્થનુપ્રેક્ષા કરી રહ્યા છે. અર્થના ઊંડાણમાં ગયા છે અને એ વખતે ધ્યાનમાં જવાની શક્યતા ઊભી થઈ. પણ ત્યાં જ ગુરુએ એ મુનિને ભિક્ષાએ જવાનું કહ્યું. મુનિ ભિક્ષાએ જાય છે. મઝાનો પ્રશ્ન ત્યાં કરાયો છે : અભિગ્રહ આદિ પૂર્વક એ મુનિ ભિક્ષાએ જાય તો સવા-દોઢ કલાક થાય અને જો પ-૭ ઘરોમાંથી ફટાફટ ગોચરી લઈ આવે તો શક્યતા રહે છે કે ગોચરીના પાત્રો મૂક્યાં પછી એ ધ્યાનમાં જઈ શકે. તો સાધુ ત્યાં શું કરે ? જવાબ એ અપાયો છે કે ગોચરી જલ્દી લાવી ધ્યાનમાં તેણે જવું જોઈએ. સૂત્રપોરિસી પહેલાં અને અર્થપોરિસી પછી. આ ક્રમનું પણ મઝાનું કારણ વિચારી શકાય કે સૂત્રો ઘોષ પૂર્વક-અવાજ પૂર્વક ગોખવાથી વિચારો શાન્ત થઈ જાય. મન એ સૂત્રોના ધ્વનિ પર જાય અને એમાં સ્થિર થાય એ એવી મઝાની પૃષ્ઠભૂ થઈ કે જેના પરથી ધ્યાનમાં સરી શકાય. અર્થપોરિસીમાંનું અર્થાનુપ્રેક્ષાનું ઊંડાણ પણ ધ્યાનમાં સાધકને લઈ જઈ શકે. ૨૦૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236