Book Title: Dhyan ane Kayotsarg
Author(s): Yashovijaysuri
Publisher: Kalandri Jain Sangh

View full book text
Previous | Next

Page 221
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • ‘તસ્સ ઉત્તરી” સૂત્રની પાંચ પ્રક્રિયાઓ — — સાધક માત્ર ઈર્યામય બનેલો હોય. સાધક બેઠેલ છે. એ માત્ર દ્રષ્ટાની ભૂમિકામાં છે. યાદ આવે અધ્યાત્મોપનિષદ્ ઃ દ્રષ્ટાનું દર્શનની પળોમાં હોવું તે મુક્તિ, તે જ ધ્યાન. ધ્યાનની મઝાની વ્યાખ્યા છે Being - હોવું. તમે અસ્તિત્વની ધારામાં જ હો. પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ શ્રી કુંથુનાથ પરમાત્માની સ્તવનામાં કહે છે : “અસ્તિ સ્વભાવ જે આપણો રે, રુચિ વૈરાગ્ય સમેત; પ્રભુ સમુખ વંદન કરીને, માંગીશ આતમ હેત...” પ્રભુની પાસે હું માંગીશ મારો અસ્તિત્વ રૂપ સ્વભાવ: પોતાનું પોતાનામાં હોવું તે ધ્યાન. શી રીતે આ ધારામાં જવું? - સ્વાધ્યાય, પ્રભુભક્તિ આદિ તત્ત્વો સાધકને ધ્યાનની ધારામાં મૂકે છે. પ્રભુ ભક્તિની પળોમાં શું થાય છે? પ્રભુના ગુણોને જોતાં સાધક એ ગુણમાં ધીરે ધીરે ડૂબવાનું શરૂ કરે. સ્વાધ્યાયની પળોમાં પણ સાધક પ્રભુના પવિત્ર શબ્દોની અપેક્ષા કરતાં કરતાં તે ગુણોમાં ડૂબે. २. द्रष्टुटुंगात्मता मुक्ति-दृश्यैकात्म्यं भवभ्रमः ॥ -अध्यात्मोपनिषद् ૨૦૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236