Book Title: Dhyan ane Kayotsarg
Author(s): Yashovijaysuri
Publisher: Kalandri Jain Sangh

View full book text
Previous | Next

Page 229
________________ ધ્યાન અને કાયોત્સર્ગ ♦ ‘તસ્સ ઉત્તરી' સૂત્રની પાંચ પ્રક્રિયાઓ પ્રાયશ્ચિત્તકરણ પછી વિશુદ્ધિકરણ. ચિત્તની શુદ્ધિ થયા પછી અવશિષ્ટ જે અશુદ્ધિ રહી હોય તે પણ અહીં દૂર થાય છે. ઉપયોગ બિલકુલ વિશુદ્ધ અહીં થાય છે. વિશુદ્ધિકરણ પછી વિશલ્યીકરણ. અવચેતનમાં પડેલ ખ્યાતિ આદિની આશંસાના શલ્યને કાઢી નાખવું તે વિશલ્યીકરણ. ત્રણ શલ્યોમાં એક શલ્ય છે નિદાનશલ્ય. નિદાન એટલે પ્રસિદ્ધિ આદિની આશંસા. અવચેતન મનમાં પડેલ આવા શલ્યોને દૂર કરવા માટે યોગશાસ્ત્ર અમનસ્કતા ને ઉપયોજવાની વાત કરી ૧ છે. અમનસ્કતા તે જ સાધકનો સમરસમાં લય એમ યોગસાર કહે છે. એટલે વિશલ્યીકરણનો ફલિતાર્થ એ થયો કે હૃદયને સમરસથી સાધક એવું ભરી દે કે તેમાં બીજું કંઈ રહે જ નહિ. જગ્યા જ નથી તો શલ્ય રહેશે ક્યાં ? ન રહે બાંસ, ન બજે બાંસુરી. વિશુદ્ધિકરણમાં જ્ઞાતમનની શુદ્ધિ થઈ. વિશલ્યીકરણમાં અજ્ઞાત મન અવચેતન મનની પણ શુદ્ધિ થઇ. પાપકર્મોનું દૂરીકરણ. જ્ઞાનાવરણીયાદિ કર્મો – જે સંસારમાં ભમાવે છે, તે છે પાપકર્મ. તેમનું દૂરીકરણ. १. शल्यीभूतस्यान्तःकरणस्य क्लेशदायिनः सततम् । अमनस्कतां विनाऽन्यद्, विशल्यकरणमौषधं नास्ति ॥ ૨. ૩ન્મનીનાં તવ્ યર્, મુત્તે: સમરસે યઃ ॥ Jain Education International ૨૦૯ For Personal & Private Use Only —योगशास्त्र, १२/३९ —યોગસાર, રૂ/૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236