Book Title: Dhyan ane Kayotsarg
Author(s): Yashovijaysuri
Publisher: Kalandri Jain Sangh

View full book text
Previous | Next

Page 228
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • ‘તસ્સ ઉત્તરી0' સૂત્રની પાંચ પ્રક્રિયાઓ આલોચનાદિ વડે સમારકામ કરવું તે છે ઉત્તરીકરણ. જેમ ગાડું, રથનું પૈડું કે ઘર તૂટી ગયેલ હોય તેનું સમારકામ થાય છે તેમ. " એનો ફલિતાર્થ એ થયો કે મનની ચંચળતા અથવા પ્રમાદ આદિ કારણોથી સાધક દોષોમાં સપડાયો. હવે કાયોત્સર્ગમાં આવતી જાગૃતિ વડે સાધક પોતાની જાતને એ દોષોમાંથી કાઢી લે છે. • ‘પ્રમાદની સામે જાગૃતિ'આ સૂત્ર અહીં આવ્યું. કાયોત્સર્ગ છે જાગરણની સાધના. ઉજાગરનો અંશ જેમાં રેલાયેલો છે એવી સાધના. કહેવાતી જાગરણ અવસ્થા અને સ્વપ્ન અવસ્થામાં વિકલ્પો ચાલુ હોય છે. નિદ્રા અવસ્થામાં હોશ ચૂકાયેલ હોવાથી પ્રમાદ ઘેરો બનેલ છે. એની સામે છે ઉજાગર. તુર્યા. ચતુર્થી. જ્યાં નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂ પરની હોશ છે. ઉત્તરીકરણ પછીની પ્રક્રિયા છે પ્રાયશ્ચિત્તકરણ. આવશ્યક નિર્યુક્તિ કહે છે : पावं छिंदइ जम्हा, पायच्छित्तं तु भन्नइ तेणं । पाएण वावि चित्तं, विसोहए तेण पच्छित्तं ॥ १५०८ ॥ પાપ (કર્મ)ને છેદે છે માટે પાપચ્છિદ્ (પ્રાયશ્ચિત્ત) આવી વ્યાખ્યા કરાય છે. અને બીજી વ્યાખ્યા આવી છે : પ્રાયઃ (મોટે ભાગે) જે ચિત્તને વિશુદ્ધ કરે તે પ્રાયશ્ચિત્ત. તો, પ્રાયશ્ચિત્તકરણનો અર્થ થશે ચિત્તમાં રહેલ વિકલ્પોનો ખળભળાટ ઘણે ભાગે દૂર થઈ જાય. એટલે કે ઉત્તરીકરણની પ્રક્રિયા વખતે મળેલ જાગૃતિ કરતાં પણ આ જાગૃતિ વિશેષ છે. ૨૦૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236