________________
ધ્યાન અને કાયોત્સર્ગ • સુષુમ્મામાં પ્રવેશ આનન્દ : ભીતર ડૂબવાનું, સ્વગુણમાં. ઉદાસીનતા : વિભાવોથી ઊંચા ઊઠવાનું.
શરૂઆતમાં સાધક પાસે જે આનંદ હશે તે સામાન્ય કોટિનો હશે. તેને ધારદાર, તીક્ષ્ણ, ગાઢ બનાવવા માટે ઉદાસીનભાવને આનંદમાં ભેળવવાનો. જેમ જેમ ઉદાસીનભાવ આનંદમાં ભળશે તેમ એ આનંદ સાધકને ચિદાકાશમાં ઉડ્ડયન કરાવનાર થશે.
ગોરખનાથની વાણી છે : અનહદ સઇદે શંખ બુલાયા, કાલ મહાદલ દલિયા લો; કાયા કે અંતરિ ગગન મંડલ મેં, સહજૈ સ્વામી મિલિયા લો...!
અનહદ નાદનો શંખ વાગ્યો, શ્વાસોચ્છવાસે, રોમે-રોમ, શિવત્વનો વિજય-ધ્વનિ થતાં જ કાળનું મહા સૈન્ય હારી ગયું. આ શરીરમાં જ રહેલા ચિદાકાશમાં જ સહજપણે, સ્વાભાવિક રીતે પરમાત્માનો મેળાપ થયો.
સુષુમ્યા. પ્રશાંતવાહિતાની ધારામાં લસરવાનું. આ સ્વગુણમાં થયેલ વિહાર, સ્વગુણમાં સ્થિતિ તે જ છે ધ્યાન.
અનુભવ કરવો છે આ ભીતરી સ્થિતિનો. સંત કબીર કહે છે : કહે સુનૈ કૈસે પતિઆઈએ, જબ લગ તિહાં આપ નહિ જાઈએ.
માત્ર કહેવા કે સાંભળવાથી ભીતરી અનુભૂતિ પર વિશ્વાસ કેવો થશે? ત્યાં જઈશું ત્યારે જ અનુભૂતિને પ્રમાણિત કરી શકાશે.
૧૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org