Book Title: Dhyan ane Kayotsarg
Author(s): Yashovijaysuri
Publisher: Kalandri Jain Sangh

View full book text
Previous | Next

Page 214
________________ ધ્યાન અને કાયોત્સર્ગ - કાયોત્સર્ગ દ્વારા સ્વગુણની ધારામાં કાયોત્સર્ગ નિર્યુક્તિમાં જે અભિભવ કાયોત્સર્ગની વાત કરી છે ત્યાં લોગસ્સ સૂત્રની કે શ્વાસોચ્છવાસની સંખ્યા જોડે સંબંધ નથી; ત્યાં સમયમાન પર કાયોત્સર્ગ કરવાની વાત છે. અન્તર્મુહૂર્તથી લગાવીને બાર મહિના સુધી અભિભવ કાયોત્સર્ગ કરી શકાય છે. જેનું પ્રસિદ્ધ ઉદાહરણ મહાત્મા બાહુબલીજી છે. કાયોત્સર્ગનો બીજો પ્રકાર છે ચેષ્ટાકાયોત્સર્ગ. જે ગમનાગમન પછી, વિહાર પછી, અને પ્રતિક્રમણાદિમાં કરાય. તે ચેષ્ટા કાયોત્સર્ગ ૮ શ્વાસોચ્છવાસથી ૧૦૦૮ શ્વાસોચ્છવાસ સુધીનો હોય છે. જે કાયોત્સર્ગ સહનશક્તિ મેળવવા માટે કે પરિષહોના અને કર્મોના જય આદિ માટે ખંડેરમાં, સ્મશાન ભૂમિમાં કે જંગલ આદિમાં કરાય છે તે અભિભવ કાયોત્સર્ગ છે. પ્રતિમાપારી શ્રાવકો પણ આવો કાયોત્સર્ગ કરતા હોય છે. એક શ્રાવકની વાત એવી આવે છે. શાસ્ત્રમાં કે, તે એક ખંડેરમાં, રાત્રે કાયોત્સર્ગમાં ઊભા છે. તેમનાં જ શ્રાવિકા, કર્મયોગે, કુછદ્ધે ચઢેલાં, તે જ ખંડેરમાં એક પુરુષ સાથે આવે છે. સઘન અંધારામાં શ્રાવકજી દેખાતા નથી. ખાટલાનો એક પાયો શ્રેષ્ઠીના પગ પર હોય છે અને બેઉ કામક્રીડા કરે છે. બહિંભાવથી કેવા તો આ સાધક ઉપરત બન્યા છે કાયોત્સર્ગમાં, કે આ ઘટનાની નોંધ પણ મનમાં લેવાતી નથી અને તેમની ધ્યાનની ધારા १. सो उस्सग्गो दुविहो चिट्ठाए अभिभवे य नायव्वो । ___ भिक्खायरियाइ पढमो, उवसग्गाभिमुंजणे बिइओ ।। १४५२ २. अट्ठविहंपि य कम्मं, अरिभूयं तेण तज्जयट्ठाए । મળ્યુક્રિયા સતવસંગમ, વ્યંતિ નિકથા || ૨૪૧૬ –ાયો. નિ.(રા. નિ.) ૧૯૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236