________________
/ ધ્યાન અને કાયોત્સર્ગ છે
[૧૭] કાયોત્સર્ગ દ્વારા સ્વગુણની ધારામાં
ધ્યાન શિબિરમાં કાયોત્સર્ગને પ્રાયોગિક - રીતે, શાસ્ત્રીય વિધિ પ્રમાણે શીખેલ એક સાધકે મને પૂછેલું કે તે અર્ધો કે એક કલાકનો કાયોત્સર્ગ કરે છે ત્યારે શરૂઆતમાં તો થોડા લોગસ્સ સૂત્ર ગણાય છે; પણ પછી તે અન્તર્લીન થઈ જાય છે. લોગસ્સ છૂટી જાય છે અને ધ્યાનના ઊંડાણમાં સરી જવાય છે. એ જાણવા માગતા હતા કે તે બરોબર માર્ગ પર ચાલી રહેલ છે કે કેમ.
મેં કહેલું કે તમે બરોબર માર્ગ પર છો. લોગસ્સસૂત્ર ગણવા દ્વારા ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થઈ અને એ એકાગ્રતાની પૃષ્ઠભૂ પર એ સ્વગુણપ્રાપ્તિની ભૂમિકા પર જવાયું.
૧૯૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org