Book Title: Dhyan ane Kayotsarg
Author(s): Yashovijaysuri
Publisher: Kalandri Jain Sangh

View full book text
Previous | Next

Page 208
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • લોગસ્સ સૂત્રમાં આવતાં ધ્યાનો શું છે આ આઈજ્ય ? પંન્યાસજી ભગવંતે કહ્યું છે તેમ તે છે આજ્ઞા-શક્તિ. પ્રભુની આજ્ઞાશક્તિ ત્રણે લોકમાં અવિચ્છિન્ન રૂપે ચાલે છે. રાજ્યશક્તિ જેવી જ એ શક્તિ કાર્યકારિણી છે : આજ્ઞા પાળનારને લાભ, આજ્ઞા તોડનારને નુકશાન. વીતરાગસ્તોત્રમાં આ જ વાત કહેવાઈ: 'आज्ञाऽऽराद्धा विराद्धा च शिवाय च भवाय च ।' ધર્માસ્તિકાય ક્યારેય અધર્માસ્તિકાય ન થાય કે જીવ ક્યારેય જડ ન થાય એની પાછળની શક્તિ છે આ આજ્ઞાશક્તિ. મેલૂહાને એક સરસ રૂપક કથા કહી છે : દરિયામાં રહેતી એક નાનકડી માછલીએ મોટી માછલીને એક વાર પૂછ્યું : લોકો બધા કહે છે કે દરિયો આવો હોય ને દરિયો તેવો હોય; તો એ દરિયો આવ્યો ક્યાં? મોટી માછલીએ કહ્યું: આપણે દરિયામાં તો છીએ જ. આ જ તો દરિયો. નાની માછલીનો પ્રત્યાઘાત આપણા જેવો જ હતો : અચ્છા, આ દરિયો છે ! આ તો છે પાણી... આપણેય પરમચેતનાના સમંદરમાં રહેવા છતાં શું કહીશું? હું તો ઘટનાઓના જગતમાં છું. પરમ ચેતનાનો સમંદર ચોતરફ વિસ્તરેલો છે અને એનું હું એક મોજું છું આ ભાવ આપણને ઊડ્યો? પ્રસાદ ધ્યાનમાં પ્રભુના પ્રસાદને ઝીલવાની પ્રક્રિયા છે. એ પ્રસાદનેઆજ્ઞાને અહીં આપણે સમભાવ રૂપે જોઈશું. તિસ્થયરા મે પસીયંસુ... આ પદનો જાપ અને એના કારણે નીખરેલી ચેતનાની દશા પ્રભુના સમભાવની વર્ષાને ઝીલાવશે. ૧૮૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236