Book Title: Dhyan ane Kayotsarg
Author(s): Yashovijaysuri
Publisher: Kalandri Jain Sangh

View full book text
Previous | Next

Page 209
________________ ધ્યાન અને કાયોત્સર્ગ ♦ લોગસ્સ સૂત્રમાં આવતાં ધ્યાનો અત્યાર સુધી ‘તિત્શયરા મે પસીમંતુ' બોલ્યા પણ ચેતનાની દશા એવી ગ્રાહક ન બની – રીસેપ્ટિવ ન બની કે આપણે સમભાવને ઝીલી શકીએ. મહર્ષિ પતંજલિ યોગસૂત્રમાં આ વાતને સ્પષ્ટ કરતાં કહે છે : નિર્વિચારવેશારઘે અધ્યાત્મસંપ્રસાદઃ', નિર્વિચારની કુશળતાની ક્ષણોમાં પ્રભુનો પ્રસાદ- અધ્યાત્મ રૂપ પ્રસાદ ઝીલી શકાય છે. સીધી વાત થઈ કે વિચારોથી આકુલ મનની દશામાં પ્રભુનો પ્રસાદ ન જ ઝીલી શકાય. અત્યાર સુધી ‘તિત્વયા મે પસીયંતુ' બોલવા છતાં પ્રભુના સમભાવના પ્રસાદને આપણે ન પામી શક્યા તેનું કારણ આપણી વિકલ્પપ્રધાન મનોદશા છે. : પતંજલિ ઋષિ સરસ શબ્દ વાપરે છે ઃ નિર્વિચારવૈશારદ્ય. નિર્વિચારની કુશળતા. જ્યારે પણ સાધક ઇચ્છે ત્યારે વિચારોને બંધ - ઑફ કરી શકતો હોય તો તેની પાસે નિર્વિચારની કુશળતા છે એમ મનાય. સાધક પૂછી શકે કે વિચારોને ઑફ શી રીતે કરી શકાય ? વિચારો સાથેની જે સાંઠગાંઠ છે, તાદાત્મ્ય; એ તૂટી જાય તો વિચારોને ઑફ કરવા સરળ બને. મારા વિચારો.. અહીં ‘મારા’ પર ભાર વધુ જતો રહે છે. હું ઘણીવાર કહેતો હોઉં છું : વિચારો ચિત્તાકાશમાં છે. સાધક ચિદાકાશમાં છે. સાધકને વિચારો શું કરી શકે ? એક અહોભાવનો પણ લય છે. સાધક પ્રભુના અપરૂપ રૂપને જોઈને તીવ્ર અહોભાવના લયમાં પ્રવેશે, માત્ર પ્રભુના રૂપને જોયા જ કરે, જોયા જ કરે તોય વિચારો થંભી જાય. સાધક ‘તિત્શયરા મે પસીયંતુ'... નો ભાષ્ય જાપ પહેલાં કરે. જેથી વિચારોની ઝડપ ઓછી થાય. એ પછી સૂક્ષ્મ જાપ. અને પછી અનુભૂતિ : પ્રભુનો પ્રસાદ- સમભાવ રૂપે વરસી રહ્યો છે અને પોતે ઝીલી રહેલ છે. Jain Education International ૧૮૯ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236