________________
બાન અને કાયોત્સર્ગ - ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ
દર્શન ભાવના : પ્રશમ, શ્રદ્ધા, આદિ ગુણોથી યુક્ત સાધક દર્શન શુદ્ધિ વડે ધ્યાનમાં ઓતપ્રોત બને છે.”
ચારિત્ર ભાવના ભાવવાથી નવીન કર્મોનું ગ્રહણ નથી થતું. સત્તામાં પડેલ કર્મોની નિર્જરા થાય છે. શુભ કર્મનું પુણ્યનું ગ્રહણ થાય છે અને ધ્યાન સહજમાં થાય છે.
બહુ મઝાનો પાઠ છે : સાળમા ા પ ા ધ્યાન યત્ન વગર મળે છે.
પ્રારંભિક સાધકને ધ્યાનમાં પ્રવેશવા માટે થોડોક પ્રયત્ન કરવો પડે છે. પહોંચેલો સાધક તો ધ્યાનમાં સહેજે આવી જાય છે.
જાપાનના સમ્રાટ એક બૌદ્ધ મઠની મુલાકાતે આવ્યા. ગુરુ તેમની સાથે ફરીને બધા મકાનો દેખાડે છે : અહીં ભિક્ષુઓ રહે છે, અહીં અભ્યાસ કરે છે, અહીં તેમના માટે પુસ્તકાલય છે.
- બધાં મકાનો દેખાડ્યાં. વચ્ચે ઘુમ્મટવાળું સરસ મકાન હતું, ત્યાં ગુરુ તેમને ન લઈ ગયા. સમ્રાટે પૂછ્યું : પેલું મકાન શેનું છે ? ગુરુ કહે : એ ધ્યાનમંદિર છે. પણ હું જાણી જોઈને તમને ત્યાં નથી લઈ ગયો.
કારણ કે ત્યાં ગયા પછી તમે પૂછત : અહીં ભિક્ષુઓ શું કરે છે ? હું જવાબ ન આપી શકત. કારણ કે ત્યાં કંઈ જ કરવાનું નથી હોતું. ત્યાં માત્ર હોવાનું રહે છે.
४. संकाइदोसरहिओ, पसमथेजाइगुणगणोवेओ ।
होइ असंमूढमणो, दंसणसुद्धीए झाणम्मि ॥ ३२ ॥ ५. नवकम्माणायाणं, पोराणविणिज्जरं सुभायाणं ।
चारित्तभावणाए, झाणमयत्तेण य समेइ ।।३३।।
૧૪૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org