________________
// ધ્યાન અને કાયોત્સર્ગ |
[૧૬] લોગસ્સ સૂત્રમાં આવતાં ધ્યાનો
આપણા યુગના સાધનામનીષી પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબે એક સાધકને પૂછેલું : લોગસ્સ સૂત્રની બીજી, ત્રીજી અને ચોથી ગાથામાં ‘નિ' પદ ક્યારે ક્યારે આવે છે ?
સાધકે ગણતરી કરીને કહ્યું : દરેક સાત પ્રભુના નામ પછી તે પદ આવે છે.
પૂજ્યશ્રીએ ફરી પૂછવું દરેક સાત પ્રભુનામની પાછળ “નિ પદ શા માટે છે? - સાધકને એનો ખ્યાલ નહોતો. એથી તે ગુરુમુખપ્રેક્ષી બન્યો. પૂજ્યશ્રીજીના મુખ તરફ એણે દ્રષ્ટિ કેન્દ્રિત કરી. આમ પણ, સાધકે ગુરુદષ્ટિક (તદિટ્ટીએ) બનવાનું છે ને !
૧૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org