________________
ધ્યાન અને કાયોત્સર્ગ • પદસ્થ ધ્યાન
નથી. એ શેખ તો સુલતાન ફાતીહના કુરતાના વારસદાર મહીના મુહસિન શાહના શાગિર્દ છે. તમે એમને ખોળો ભલે, પણ જરા સાચવીને ચાલજો.”
‘બિનમુસ્લિમ હોવાના નાતે મારાથી ઉંમર મસ્જિદમાં તો જઈ ન શકાય. એટલે પહેલાં તો હું હિન્દુસ્તાની યાત્રીઓ માટેની સરાઈ ‘ઝાવિયાહ હિન્દી'માં પહોંચ્યો. થોડા ઘણા સમય માટે ત્યાં દરેક પ્રકારના યાત્રાળુઓ નિવાસ કરતા હોય છે. ત્યાં એક પરગજુ જણાતાં હિન્દુસ્તાની બાજુ મળ્યાં. જે અંગ્રેજી પણ બોલતા હતાં. તેમને મેં મારી વાત સમજાવી અને એક પત્ર તેમને સોંપ્યો. બાનુએ કહ્યું કે પત્ર શેખસાહેબને જરૂર પહોંચી જશે.'
કેટલાય દિવસ વાટ જોઈ પછી એક ખેપિયા મારફત જવાબ આવ્યો. લખેલું: “તમે મને મળવા માગો છો, પણ હું તેમને મળવા માગું છું એમ તમે શાથી ધારો છો ?”
આજ સુધીમાં મેં જાણી લીધું હતું કે નાહકની પૂછપરછને પાછી ઠેલી દે તેવી કડકાઈ ધરાવતી આ સૂફી યુક્તિ છે. મેં જવાબ લખ્યો : “જ્ઞાન માટેની તરસ મને પ્રેરે છે.”
જવાબ આવ્યો: તમે જ્ઞાનનો ઉપયોગ કરી શકો છો?” મેં લખ્યું : “હજુ સુધી નહિ, પણ મને ગ્વાદેશ છે.”
જવાબ : “સાંજ પડ્યે ઝાવિયાહ પર આવી જજો.” હું પહોંચ્યો.
સરાઈના વાડામાં નારંગીના એક ઝાડની છાયામાં એફેન્ડી બેઠા હતા. એક શાગિર્દ એમની પાછળ ડાબી બાજુએ બેઠો હતો. શેખ ઘણા વૃદ્ધ જણાતા હતા. પણ તેમનો ચહેરો મુલાયમ અને કરચલીઓ વિનાનો હતો. આંખો વેધક, હાથ મજબૂત અને ખરબચડા. શેખે સાઉદી આરબોનો સફેદ ઝભો પહેર્યો હતો. માથે ગુલાબી સોનેરી નકશબંદી ફિરકાનો પટ્ટો બાંધેલો હતો.
તેમણે મારાં ખુશીખબર પૂછડ્યાં અને પછી મૂક થઈ ગયા. કઈ ચીજ માટે મારી તલાશ હતી તેની વાત મેં રજૂ કરી.
૪૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org