Book Title: Desi Shabda Sangraha
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકનું પુરોવચન ઉચ્ચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને એ ખ્વાહિશ મૂર્તિમંત કરવી હોય તો યુનિવર્સિટીએ અનેક વિદ્યાશાખાઓ માટે વિપુલ ગ્રંથસામગ્રી તૈયાર કરવી જોઈએ. આ સામગ્રી અનેક કક્ષાના અને રસના વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓને ઉપયોગી થાય તે રીતે નિર્માણ થાય તે વિદ્યાવ્યાસંગનું ઉત્તમ કાર્ય હાથ ધરી શકાય. યુનિવર્સિટી કેળવણીનું સનાતન ધયેય યુવાન પેઢીમાં વિદ્યાવ્યાસંગની વૃત્તિ વિકસાવવાનું છે. આ વૃત્તિ યુવાન વિદ્યાથીંના માનસ જગતનું એક આજીવન અંગ બને તેવી ઈચ્છા આપણે સૌએ સેવવી જોઈએ. આ ઈચ્છા બર લાવવા માટે કેન્દ્રીય સરકારે, રાજ્ય સરકાર દ્વારા હરેક ભારતીય ભાષા માટે આર્થિક સહાય આપવાની હૈયાધારણ આપી ભૌતિક પરિસ્થિતિ સર્જી છે. આવી ભૌતિક સગવડના સંદર્ભમાં ઉત્તમ માનક ગ્રંથે ગુજરાતની નવી પેઢીને ચરણે ધરવાનો પડકાર યુનિવર્સિટીઓની વિદ્યાપ્રવૃત્તિ સાથે સંકળાયેલા સૌની સમક્ષ પડેલે છે. ગુજરાત રાજય સરકારે ગ્રંથનિર્માણનું આ કામ ત્વરાથી અને અપેક્ષિત ધરણે થાય તે હેતુસર યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની રચના કરી છે. આ બોર્ડ પર ગુજરાતની બધી યુનિવર્સિટીના કુલપતિઓ તેમ જ વિદ્વાન, સંલગ્ન સરકારી ખાતાઓના નિયામક, વગેરે નિયુક્ત થાય છે અને માનક ગ્રંથની ધારણું પરિણામજનક બને તે માટે વિદ્યાશાખાવાર વિષયવાર અનુભવી વિદ્વાન પ્રાધ્યાપકોનાં મિલન એજી એમની ભલામણ અનુસાર લેખન તથા અનુવાદ માટે પ્રાધ્યાપકોને નોતર્યા છે અને લખાણ શુદ્ધ તથા દયેયપૂર્વક બને તે હેતુસર એવા જ વિદ્વાનને પરામર્શક તરીકે નિમંચ્યા છે. આ ગ્રંથ નિર્માણ જનાના એક ભાગ તરીકે જુદી જુદી જાતના કેશો તૈયાર કરવાનું પણ બેડે નકકી કર્યું છે. આ યોજના હેઠળ તૈયાર થયેલ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 1028