________________
૨૦
પૃ. ૩૨૪ ગાથા ૫૬૪ મોઢેય એમ કહીને મઢેરા ગામના નિર્દેશ છે.
અને તેના પર્યાય રૂપે મયવનિ શબ્દ આપેલ છે.
ભાવગામ–ભગવગ્રામ–ભગવાનનું ગામ, મેઢેરામાં સૂર્ય ભગવાનનું મંદિર
છે તેથી તેને ભયવગ્રામ કહેલું હોઈ શકે અથવા આચાર્ય હેમચંદ્ર ભગવાનની મોઢ જાતિનું એ વિશેષ સ્થાન હોવાથી કદાચ તેને ભયવગામ કહેલું હોય. આ બાબત પંડિતોએ નિર્ણય કરે જોઈએ.
આ શબ્દને સમજાવતાં પૃ૦૩૨૪ ઉદાહરણ ગાથા ૪૪૯માં મોઢેરામાં મહાવીર ભગવાનની પૂજા કરવાની હકીકત આપેલ છે. તેરમા કે ચૌદમા સૈકામાં મોટેરામાં ભગવાન મહાવીરનું મંદિર હતું એમ વિવિધતીર્થકપમાં કહેલ છે. પણ વર્તમાનમાં મૂળ નાયક રૂપે મહાવીર સ્વામી હોય એવું મંદિર હયાત નથી એમ
તપાસ કરતાં માલુમ પડયું છે. પૃ૦ ૨૫૦ ગા. ૪૩૨ દાંતા –દાંતાના ડુંગરનેઉલ્લેખ કરે છે. વૃત્તિમાં તે
દંત” એટલે પર્વતને એક ભાગ એમ અર્થ બતાવેલ છે પણ ગુજરાતમાં આબુ પાસે જે દાંતાનું રાજ્ય છે તે પર્વતીય ભાગ માટે આ “દંત
શબ્દ જણાવેલ હોઈ શકે. પૃ. ૩૨૪ ગાઇ-પ૬૪માં “ભરોય” શબ્દ “તાડ વૃક્ષના પર્યાય રૂપે આપેલ છે.
આ શબ્દવિશે વિચારતાં એમ જણાય છે કે વર્તમાન ભરૂચ સાથે આ “ભ૭ય’ શબ્દને સંબંધ હોઈ શકે. ભરૂચમાં દરિયા કાંઠ હોવાથી તાડવૃક્ષોની બહુલતા હેવી સ્વાભાવિક છે અને “ભરોચ્છ” તથા “ભરૂચ શબ્દ વચ્ચે સમાનતા પણ વિશેષ છે. આમ હોય તો જેઓ ભરૂચ માટે “ભૃગપુર” શબ્દ બતાવે છે તે બાબત વિચારણીય થાય. ભૃગુપુર અને ભરૂચ એ બે શબ્દો બચ્ચે સમાનતા નથી પણ ભૃગપુર શબ્દની કલ્પના કરનારાઓએ આ નગરનો સંબંધ ભૃગુ ઋષિ સાથે જોડેલ હેય પણ આ માટે વિશેષ સંશોધન કરીને નિર્ણય લાવવો એ સંશો
ધકેનું કામ છે. પૃ. ૩૨૯ ગાત્ર ૫૭૫મ-આ સ્થાન મધ્યપ્રદેશમાં નીમચ પાસે આવેલ મઊની
છાવણ હોઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org