________________
જામ્ પાઠ બરાબર ન લાગે તથા તેમણે તે પાઠને બદલે જાદવ એ પાઠ સુધારીને છા. અહીં એ પાઠ જોઈએ કે જે “દડા અને બતાવે પણું જાણો એવો સુધારેલે પાઠ “દડા” અને બતાવી શકતો નથી એટલે સંપાદકે
પાઠને બદલે જૂની છપાએલી આવૃત્તિમાં મળતો જાદુ પાઠ સ્વીકાર્યો અને આ પાઠનું સમર્થન કરતો “દુ’ એવો પાઠ પાટણવાળી પ્રતિમાં મળી ગયે એટલે આ બન્ને આધારોને આશ્રય લઈને સંપાદકે વહુ પાઠ સ્વીકાર્યો અને તે પાઠને આ આવૃત્તિમાં છપાવેલ છે. ત્વજ એટલે “દડે' એ અર્થ સ્પષ્ટ સુવિદિત છે.
બીજું સ્થળ ૨૩૮મી ગાથામાં છે. મૂળમાં લખેલ છે કે શેટ્ટી સુદ-૮UTI આ પાઠ આગલી ત્રણે આવૃત્તિઓમાં શેટ્ટી ટુ સોદવાનુ આમ છપાયેલ છેઅહીં જે દુ શબ્દ છે તે જુદો પડી ગયેલ હોવાથી તેને કશો અર્થ થતો નથી તેથી મૂળગાથાને અર્થ પણ બેસતો નથી. ખરી રીતે સુતો એમ અખંડ પદ છે અને તેને અર્થ સુદ એમ છે. વૃત્તિકારે હોષિમાં એ અર્થ દુહોદ શબ્દને બતાવેલ છે એટલે જે ગાય વગેરે દેહતી વખતે સરખાં ન રહેતાં હોય પણ કરડાં બનીને તોફાન મચાવતાં હોય તેને દુર્વેદ એટલે વિષમ કહેવાય છે. ટુ શબ્દ જુદો હોય તો આ અર્થ થઈ શકતો નથી. સંપાદક મહાશયોએ વૃત્તિમાં જણાવેલ ટોષિમા પદ તરફ અને તેના અર્થ તરફ ધ્યાન આપ્યું હોત તો તેઓ દુ શબ્દને કદી જુદો ન રાખત. આમ લિખિત પ્રતિઓ ઉપરથી નવી આવૃત્તિને તૈયાર કરનારાઓએ પાઠાંતરે તરફ તથા પદચ્છેદો તરફ વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.
આ લખવાનો એવો અર્થ તે કોઈ નહીં જ કરે કે આ ગુજરાતી અનુવાદવાળી આવૃત્તિ તદ્દન ભૂલ વગરની છે. સંપાદકે સંશોધનના મથાળા નીચેના લખાણમાં આગળ કહેલ છે કે સંપાદકની આંખ નબળી છે, ઉમર પણ વિશેષ પાકટ થયેલ છે તથા બધું જ કામ એકલે હાથે કરવાનું છે અને તેનું જ્ઞાન પણ માત્ર બિંદુ જેટલું છે તેથી વારંવાર ધ્યાન રાખ્યા છતાં ભૂલે રહેવાને સંભવ છે. સહમૂદ પ્રાન્સિસ્કુરા એટલે માણસથી સ્વાભાવિક થનારી ભૂલ અટકી શકતી નથી અને તેમાં મુદ્રારાક્ષસનો સંગ થતાં તે એ ભૂલે વિશેષ ધી જાય છે. એટલે તમામ સાક્ષરો પંડિતો અને અભ્યાસીઓને સંપાદક નમ્ર ભાવે વિનંતિ કરે છે કે આ પ્રકાશનમાં રહેલી ભૂલોને સુધારીને વાંચે અને ભૂલ બદલ ક્ષમા આપે તથા ભુલ વિશે સંપાદકને સજાગ કરે.
–બેચરદાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org