________________
અનુક્રમ
આ દેશી શબ્દસંગ્રહમાં એના યાજકે શબ્દોની યોજના અનુક્રમપૂર્વક જ કરેલ છે.
પ્રથમ વર્ગમાં જે શબ્દો આદિમાં સ્વરવાળા છે તેમને અનુક્રમે ગોઠવેલા છે.
પ્રાપ્ત ભાષામાં મ મ રુ ફ ૩ અને મો આટલા આઠ વરે જ વપરાય છે એટલે જે શબ્દો આદિમાં સ્વરવાળા છે તેમાં પહેલા આદિમાં મ વાળા, પછી આદિમાં આ વાળા એ રીતે અનુક્રમે છેલ્લે આદિમાં મો વાળા શબ્દો ગોઠવેલા છે, આમાં પણ શરૂઆતમાં બે સ્વરવાળા, પછી ત્રણ સ્વરવાળા એમ સ્વરોની સંખ્યાને અનુસારે કમ રાખેલ છે. વધારેમાં વધારે છ સ્વરવાળા શબ્દો બતાવેલા છે.
દેશી પ્રાકૃતમાં કઈ શબ્દ માત્ર એક સ્વરવાળે વ્યવહારમાં જણાતો ન હોવાથી તેવા એક સ્વશ્વાળા શબ્દો આપેલ નથી. - પ્રારંભમાં એક અર્થવાળા શબ્દો જણાવેલા છે અને પછી જે શબ્દો અનેક અર્થવાળા છે તેમને બતાવેલા છે,
સંખ્યાની દષ્ટિએ એક અર્થવાળા શબ્દો વધારે છે અને અનેક અર્થવાળા શબ્દો ઓછા છે.
જે શબ્દો એક એક અર્થવાળા છે તેમનો પ્રયોગમાં થતો વ્યવહાર સમજાવવા તે દરેક શબ્દની સાથે તે શબ્દને જેમાં ઉપગ થયેલ છે તેવી ગાથાઓ એટલે ઉદાહરણગાથાઓ મુકવામાં આવેલ છે. આવી ઉદાહરણગાથાઓ ફક્ત એક એક અર્થવાળા શબ્દો માટે આપેલ છે પણ અનેક અર્થવાળા શબ્દો માટે આ જાતની ઉદાહરણગાથાઓ આપેલ નથી.
આ બાબત ગ્રંથયજકે જણાવેલ છે કે અનેક અર્થવાળા શબ્દોને સમજાવવા સારુ ઉદાહરણગાથાઓ આપીને અનેક અર્થોને સમજાવવા જતાં વિશેષ ગુંચવાડે ઉભો થાય તેમ છે તેથી અનેક અર્થવાળા શબ્દોના વ્યવહારને સમજાવવા સારુ ઉદાહરણગાથાઓ આપવામા આવેલ નથી.
આપેલી ઉદાહરણગાથાઓમાં જે જે અને જેવી જેવી હકીકત આપેલ છે તે બાબત ગ્રંથની પ્રસ્તાવનામાં સંપાદક તરફથી જણાવવામાં આવનાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org