________________
નામ રાખેલ છે અને સંપાદકે એવડા મેટા નામને બદલે માત્ર રાઇસંપ્રદુ નામ જ પંસદ કરેલ છે.
ગ્રંથની મૂળગાથાઓ ૭૮૩ છે અને ઉદાહરણગાથાઓ ૨૨ છે. વૃત્તિ સહિત સમગ્ર ગ્રંથનું માપ ૩૩૨૦ અનુષ્યપ શ્લેકે જેટલું થાય છે, એવું લખાણ આ ગ્રંથની હસ્તલિખિત પથીમાં આવેલ પુષિકામાં છે. સંપાદકે ઉપયોગમાં લીધેલ પાટણવાળી પોથી વિક્રમ સંવત ૧૬૬૬ના વર્ષમાં પાટણમાં લખાયેલ છે અને પૂનાવાળી પિોથી વિક્રમ સંવત ૧૬૫૮ના વર્ષમાં રાજનગરમાં લખાયેલ છે.
આ ગ્રંથને છેડે ર૯પમે પાને જુદી જુદી પોથીઓમાં લખેલ પુષિકાઓ મળેલ છે તે આપેલ છે. તે ઉપરથી માલુમ પડે છે કે પ્રસ્તુત સંગ્રહની પોથી સેળમા સૈકા જેટલી જુની ઉપલબ્ધ થાય છે પણ કઈ ગ્રંથભંડારમાં કેાઈ પોથી સોળમા સૈકાથી પણ જુની લખાયેલી મળી શકવાને સંભવ ખરો. ૨. કર્તા અને તેની કુશળતા–
આ સંગ્રહના કર્તા આચાર્ય હેમચંદ્ર છે એ વાત તે પ્રસિદ્ધ છે અને એ સંબંધેની હકીક્ત સંપાદકે દેશી શબ્દ સંગ્રહના પૂરક ટિપણેમાં ધેલ છે પણ પૂનાવાળી હાથપોથીમાં એક પાઠાંતર મળવાથી કર્તાની ચોકસાઈ વિશે વિવાદ ઉભા થઈ શકે એમ છે. એ હકીકત આ પ્રમાણે છે—
સંગ્રહની ૭૮૩મી ગાથામાં રો સિરીદેવમુળવળા પાઠ છે તે એમ જણાવે છે કે આ સંગ્રહ શ્રીહેમચંદ્ર મુનિ પતિએ રચેલ છે, ત્યારે પૂનાવાળી હાથપોથીમાં રફ સિરામચંદ્રમવિયા એ પાઠ મળે છે. આ પાઠ એમ જણાવે છે કે શ્રીહેમચંદમુનિના વચનથી આ સંગ્રહ રચેલ છે એટલે આ સંગ્રહને રચવા સારુ શ્રી હેમચંદ્રમુનિએ કઈને કહ્યું કે તમે આ સંગ્રહ રચે એટલે શ્રી હેમચંદ્રના વચનથી પ્રેરાઈને બીજા કોઈ એ આ સંગ્રહ રચેલ છે, એમ આ પાઠાંતર સ્પષ્ટ પણે સૂચવે છે એટલે સંગ્રહના કર્તા વિશે થડા વાદ વિવાદ ઉભે થવાની શક્યતા છે, તાત્પર્ય એ છે કે આ સંગ્રહ શ્રી હેમચંદ્રમુનિના વચનથી રચાયેલ છે એટલે સંગ્રહના કર્તા સાક્ષાત શ્રી હેમચંદ્ર નહીં પણ બીજા કોઈ પંડિત હોવા જોઈએ એમ આ પાઠાંતરને સ્પષ્ટ ફલિતાર્થ થાય છે. આ બીજા કેઈ કેણ? એ વિશે કશી સ્પષ્ટતા થઈ શકતી નથી. ' વળી, આ પાઠાંતર ઉપરાંત સંગ્રહની ૬૧રમી ગાથામાં એ એક ઉલ્લેખ મળે છે જેને લીધે આ ઉભા થયેલ વિવાદને પુષ્ટિ મળી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org