________________
13
બદલે જવાળા ઘણા શબ્દો આ સંગ્રહમાં છે તે તરફ અભ્યાસીઓનું ધ્યાન દોરવું યોગ્ય સમજાય છે અને જ્યાં જ્યાં આવા શબ્દો આવેલા છે ત્યાં ટિપ્પણો આપીને સ્પષ્ટતા કરેલ છે તથા પાછળ આપેલ વ્યુત્પત્તિની નોંધોમાં ઉચિત રીતે લખવામાં આવેલ છે.
સંગ્રહકારે આઠમા અધ્યાયના ચોથા પાદમાં અનેકાનેક દેશ્યધાતુઓને નિર્દેશ કરવા ૧ થી ૫૯ સૂત્રો બનાવેલાં છે એટલે આ સંગ્રહમાં એમ જ સૂચન કરવાની જરૂર હતી કે “અનેક દેશી કે દેશ્યધાતુઓને અમે અમારા વ્યાકરણમાં નોંધી બતાવેલા છે તેથી આ સંગ્રહમાં એ ધાતુઓને બતાવવાના નથી. આવું સુચન કરવાથી આ સંગ્રહમાં એક પણ દેશી ધાતુને નેધવાની જરૂર રહેત નહીં પણ સંગ્રહકારે તે સ્વર વ્યંજનના અનુક્રમને અનુસરીને જે ધાતુએ આદિમાં સ્વરવાળા હતા તેને પ્રથમ સ્વરવર્ગમાં નાંધી બતાવ્યા છે અને જે ધાતુઓ આદિમાં વ્યંજનવાળા છે તેમને બીજાથી આઠમા વર્ગ સુધી અનુક્રમે નોંધી બતાવેલ છે. આમ કર્યા પછી જ્યાં જ્યાં ધાતુઓનો ઉલ્લેખ આવેલ છે ત્યાં બધે સ્થળે એમ તે સંગ્રહકારને લખવું પડયું છે કે “અમે ધાતુઓને વ્યાકરણમાં કહેલા છે માટે આ સંગ્રહમાં મૂળ ગાથાઓમાં એક પણ ધાતુને જણાવેલ નથી. આમ ધાતુઓને વૃત્તિમાં લખવાથી ગ્રંથમાં વધારે ગૌરવ થયેલ છે અને “ત્રાસ્ટાર અરિ પુત્રોત્સવ મન્વન્ત તૈયાર ” આ ઉક્તિ પ્રમાણે ગ્રંથકાર વાર્યા નથી. મૂળ ગાથાઓમાં ભલે ધાતુઓને સંગ્રહ ન કર્યો પણ વૃત્તિમાં પણ ધાતુઓને સંગ્રહ કરવાની જરૂર ન હતી. માત્ર આગળ જણાવ્યા પ્રમાણે ધાતુઓ વ્યાકરણમાં કહી આવ્યા છીએ માટે આ સંગ્રહમાં અમે ધાતુઓને આપવાના નથી એટલું લખવાથી જ બધું કામ સરી જાત અને ગ્રંથનો ભાર ઘણો ઓછો થઈ જાત.
સંગ્રહકાર ૯મી ગાથામાં “ભય' અર્થને ૩ શબદ આપે છે અને સાથે ખેંધે છે કે આ શબ્દને ૩પેજ એમ વિભાગ કરીને સાધવાને નથી પણ આ અખંડ દેશી શબ્દ છે, આમ લખીને ગ્રંથકાર શું કહેવા માગે છે ? જે રૂષ એમ વિભાગ કરીને તે શબ્દને સાધા શકાતે હોય તો ખોટું શું છે ? એમ વિભાગ કરીને સાધવાથી તે શબ્દનો અર્થ સમજવામાં વિશેષ સુગમતા થાય તેમ છે. એ જ રીતે સંસ્કૃત પાથેય શબ્દને બરાબર મળતો આવે એ હેન્ન શબ્દ સં૦ થેયે દ્વારા જરૂર સાધી શકાય એમ છે છતાં સંગ્રહકાર એને દેશી શબ્દ માનીને ૪૮૬મી ગાથામાં વહેક શબ્દ નેધે છે એ પણ સમજાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org