________________
આ રીતે આગળ જણલ પાઠાંતર અને સંગ્રહની ૬૧૨મી ગાથામાં આવેલ રાજ્ય શબ્દવિશેને આચાર્યને ઉક્ત ઉલેખ એ બને, પ્રસ્તુત સંગ્રહના કર્તા તરીકેનું આચાર્યશ્રીનું જે નિશ્ચિત સ્થાન અત્યાર સુધી હતું તેને લાયમાન કરી શકે છે કે કેમ ? એ પુરાતત્વવિદેએ વિચારવાનું છે અને આ બાબત સંશોધન કરી તાકીદે નિર્ણય કરવાનો છે.
અહીં એક સંદેહ થવો શક્ય છે કે આચાર્યશ્રીએ પોતાના વચનથી અન્ય પંડિતને પ્રેરણ કરી આ સંગ્રહ રચવાનું તે કહ્યું પણ સંગ્રહ પુર રચાઈ ગયા પછી શું આચાર્યશ્રીએ તેને તપાસી નહીં જોયો હોય ? આ સંદેહને ખરો જવાબ કાં તો આચાર્યાશ્રી જ આપી શકે અથવા સંગ્રહ રચનાર જ આપી શકે પણ સંપાદકની કલ્પના તો એમ કહે છે કે જે આચાર્યશ્રીએ બીજા પાસે રચાવેલ સંગ્રહ પોતે જે હોય તે આ આક્ષેપ સંગ્રહમાં ટકી શકે ખરે?
કુશળતા
- આ ગ્રંથ રચનાર શ્રી હેમચંદ્રસૂરિ પોતે હેય વા અન્ય કઈ મહાપંડિત હેવ–ગમે તે હોય પણ સંગ્રહને રચનાર ઘણે જ કુશળ છે એમાં શક નથી. સંગ્રહકાર સંસ્કૃત, પ્રાકૃત તથા દેશી પ્રાકૃત ભાષાનો અસાધારણ અભ્યાસી છે. એણે બીજા બીજા અનેક દેશીસંગ્રહે સારી રીતે તપાસેલ છે તથા બીજા બીજા દેશીસંગ્રહકારના જુદા જુદા મતેને સારી રીતે ઝીણવટથી ચકાસેલ છે અને એવી ચકાસણું પછી જ પોતે નિર્ણય ઊપર આવેલ છે. આ સંગ્રહમાં અનેક શબ્દો વિશે, શબ્દમાં આવેલા વ્યંજનો વિશે તથા શબ્દના અર્થ વિશે જુદા જુદા અનેક સંગ્રહકારોના મતને ટાંકી બતાવેલા છે અને છેવટ સંગ્રહકારે જણાવેલ છે કે “અમે અનેક દેશી શબ્દોના સંગ્રહને સારી રીતે જોઈ તપાસીને જે નિર્ણય કરેલ છે તે અનુસાર આ સંગ્રહના શબ્દ નોંધેલ છે અને શબ્દોના વ્યંજનો તથા અર્થો વિશે પણ નિર્ણય બાંધેલ છે આ અંગે નમૂનારૂપે આ સંગ્રહની આઠમા વર્ગની ૭૧૮મી ગાથાની વૃત્તિને તથા ૭૨૩મી ગાથાની વૃત્તિને જોવાની ભલામણ છે તથા લિપિને અજાણ એથી કેટલાક સંગ્રહકારોએ ને બદલે વ વાંચી શબ્દોના અર્થ વિશે કેવો ધબડકવાળેલ છે અને સાવરણી અર્થના વધ્યા શબ્દને વદુગારી વાંચી વ૬ અર્થને બતાવવાની જબરી અક્ષમ્ય ભૂલ કરેલ છે. આ રીતે જ કેટલાક સંગ્રહકારે ઘણીર (ગા૦ ૪૭૦) શબ્દને ચેરસમૂહ અર્થ છે, ત્યારે આ સ્થળે વોરને બદલે વોર વાંચીને આ શબ્દને “બારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org