________________
શકે પણ આ રીતે પૂર્વપરંપરાને અનુસરવાથી તો ગ્રંથનું કલેવર વધે છે અને વિદ્યાર્થીઓની શબ્દો બાબતની મૂંઝવણ ઓછી થતી નથી.
આમ છતાં સંગ્રહકારની કુશળતા આ સંગ્રહ માટે જરૂર બેનમૂન છે એમાં લેશ પણ સંદેહને સ્થાન નથી જ અને તેમણે તકલીફ લઈને આ સંગ્રહની યોજના ન કરી હોત તો વર્તમાનકાળના વિદ્યાર્થીઓને માટે દેશી પ્રાકૃતનો લેપ જ થઈ જાત અને પ્રાકૃતસાહિત્ય વાંચતાં જ્યાં જ્યાં આવા અતિપ્રાચીન શબ્દો આવત તેને અર્થ કદી સમજી ન શકાત. આ રીતે જોતાં જે સંગ્રહકાર આચાર્ય હેમચંદ્ર હોય કે અન્ય કોઈ વિદ્વાન હોય તેને તો આપણે સદાકાળ ઋણું જ રહેવાના ને રહેવાના જ.
૩. દેશપ્રાકૃતને દેશ્યપ્રાકૃતનો પરિચય અને તે અંગેના પ્રાચીનનિદેશે
આ સંગ્રહકારે પ્રથમવર્ગની ચોથી ગાથામાં જ દેશનું સ્વરૂપ બતાવતાં જણાવેલું છે કે અનાદિકાળથી ચાલતી આવેલી એક પ્રકારની જે પ્રાકૃત ભાષા તેનું નામ દેશી અર્થાત જે પ્રાકૃતભાષા ઘણી જુની છે એટલે જે ભાષાના શબ્દો વિશેષ જુના થઈ જવાથી તેમના ઉચ્ચારણ વિલક્ષણ થઈ ગયાં છે અને અર્થ દષ્ટિએ વિચારતાં જે શબ્દોનો અર્થ સાથે કેવી રીતે સંબંધ બેસાડ તેની કળ પડતી નથી એથી જ એ શબ્દોમાં સંસ્કૃતના કે તત્સમપ્રાતિના શબ્દોની પેઠે પૃથક્કરણ થઈ શકતું નથી–એ શબ્દોમાં મૂળ ધાતુઅંશ કેટલો છે અને પ્રત્યય અંશ કેટલે ? એની સૂઝ પડતી નથી એવા શબ્દસમૂહવાળી ભાષાને દેશી ભાષા અથવા દેશ્યપ્રાકૃત કે દેશપ્રાકૃતભાષા સમજવી.
મારે મોસાળ સણોસરે રહીને જ્યારે હું ભણતો હતો ત્યારે મેં તુળ, હિરોટી, તથા વોહો જેવા અનેક શબ્દો સાંભળેલા છે. દુદણ એટલે જ્યારે –કરતમાં-કુતુમાં–વાદળાં થઈ આવે અને દિવસ ન ગમે એ થઈ જાય. હિલાળા, એટલે મા અથવા આનંદની છોળ, ઘહે એટલે સૂર્યને પ્રકાશ નથી થયે પણ થોડું ઘણું અસ્પષ્ટ સૂઝે એવી સવાર. આ શબ્દો સાંભળ્યા પછી એ શબ્દો જે અર્થને સૂચવે છે તે અર્થ સાથે તેમનો સબંધ કેવી રીતે બંધ બેસાડાય તે વિશે વિચાર કરવાની શક્તિ મને પ્રાપ્ત થઈ ત્યારે મને ખબર પડી. કે એ શબ્દો તેના મૂળરૂપથી કેટલા બધા દૂર ખસી ગયા છે અને એ શબ્દો અને તેના અર્થો વચ્ચેના સંબંધની કડી મળતાં મને ભારે આનંદ પણ થયો. દુનિ, લેલ, અને ગેસ એ મૂળ શબ્દો મને જણાયા અને એમના અર્થ પણ શબ્દોને અનુરૂપ જ દેખાય. દુદિન શબ્દ બોલતાં બોલતા દુદણ થઈ ગયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org